- ખેડૂતોને પિયત માટે કેનાલમાંથી પુરતુ પાણી નહી મળતા કરી રજુઆત
- કિસાન એકતા મંચના પ્રમુખ સહિત ખેડૂતો રજુઆત કરવા પોહચ્યાં
- સિંચાઈ વિભાગની કચેરીએ ખેડૂતોએ પુરતુ પાણી આપવાની કરી માંગ
ભાવનગરઃ જિલ્લામાં શેત્રુંજી ડેમમાંથી ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવતું હોય છે. ડેમમાંથી જમણા અને ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવતું હોય છે, ત્યારે હાલમાં પાણી ડાબા કાંઠામાં અને જમણા કાંઠામાં માંગ પ્રમાણે નહિં છોડતા ખેડૂતો સિંચાઈ વિભાગની કચરીએ દોડી ગયા હતા અને રજુઆત કરી હતી.
ખેડૂતો સિંચાઈ વિભાગની કચેરીએ દોડી ગયા
ભાવનગરની પાનવાડીમાં આવેલી સિંચાઈ વિભાગની કચેરીએ કિસાન એકતા મંચના પ્રમુખ સહિત ખેડૂતો રજુઆત કરવા પોહચ્યા હતા. ખેડૂતોએ ચાર પાણ પાણીની માંગ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા માત્ર હજુ ત્રણ પાણ પાણી આપવામાં આવ્યું છે. ખેડૂતોની માંગ છે કે, ચાર પાણ પાણી આપવામાં આવ્યાં. ત્યારે માત્ર ઘાસચારા જેવો પાક મેળવી શકાય છે જેથી ચાર પાણ પાણીની માંગ માટે રજુઆત કરી હતી.
કેનાલ ત્વરિત રીપેરીંગની પણ માંગ કરી