ભાવનગરઃ તળાજાના ઈસોરા ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ ખેડૂતે 2 વિઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. જેની યોગ્ય કિંમત નહીં મળતાં આ ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના અંગે પોલીસને જાણથતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ખેતીને લગતી સમસ્યાને કારણે ખેડૂતોની આત્મહત્યાના સમાચાર અવાર-નવાર જોવા મળે છે. આ આપઘાતમાં મોટા ભાગે પાકની કિંમત ઓછી મળવા અને દેવું વધવાથી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.