ETV Bharat / city

ભાવનગરના ચટાકેદાર "બટાકા ભૂંગળા" - બટાકા ભૂંગળા રેસિપી

ભાવનગર શહેરના તીખા તમતમતા બટાકા અને ભૂંગળા ભાવેણાવાસીનું દેશી મેનુ છે. કોઈ ભોજનમાં ન મળે તો બટાકા ભૂંગળા જરૂર મળી રહે છે, રાત હોય કે દિવસ બટાકા સાથે પાવ, ભૂંગળા, પાપડ અને ગાંઠિયા સાથે આનંદ લેવાનું લોકો ચૂકતા નથી. મિત્રો એકઠા થાય કે પરિવાર એકઠો થાય તો નાસ્તામાં બટાકા ભૂંગળાનો આનંદ લઈ લેતા હોય છે.

ો
author img

By

Published : Jul 3, 2021, 10:59 PM IST

  • ભાવનગરનું 24×7 મળતું દેશ મેનુ એટલે બટાકા ભૂંગળા
  • તીખા બટાકાનો આનંદ ભૂંગળા,પાવ અને પાપડ સાથે લેવામાં આવે છે
  • શહેરના કોઈ પણ વિસ્તારમાં જાવ બટાકા મળી જ રહે
  • ભાવનગર સિવાય નથી જોવા મળતું બટાકાનું ચલણ નાસ્તામાં

ભાવનગર: કાઠિયાવાડ એટલે ભાવનગર અને તેમાં પણ કાઠિયાવાડી ખાણીપીણીમાં ગાંઠિયા સૌના ફેવરિટ છે. આમ તો ભાવેણુ ગાય, ગાંડા અને ગાંઠિયાથી પણ પ્રચલિત છે પણ એક એવું દેશી તડકાનું મેનુ જેનાથી પણ ભાવનગર ઓળખાય છે. સમગ્ર ગુજરાત અને બહારના રાજ્યોમાં જોવા ન મળે તે "બટાકા ભૂંગળા" શહેરનું દેશી મેનુ છે. જે 24×7 ઉલબ્ધ હોય છે અને જેનો ચસ્કો લેવાનું ભાવનગરવાસીઓ ભૂલતા નથી.

ભાવનગરના બટાકા ભૂંગળા

આ પણ વાંચો:જૂઓ કેવી રીતે સુરતીઓને આકર્ષે છે આ "સેન્ડવિચવાળા બુલેટરાજા"

શા માટે બટાકા છે ખાસ?

તીખું લાલ જોઈને સૌ કોઈને મોમાં પાણી આવી જાય અને ચટકો લેવાનું મન થાય છે. ભાવનગરના હલુરિયા ચોકમાં આવેલી દિલીપની દુકાન વર્ષોથી છે. આજે પણ લોકો અહીંયા સવારમાં બટેકા સાથે પાવ અને ગાંઠિયા મિક્સ કરી સાથે ભૂગળાનો આનંદ લેતા નજરે પડે છે. દિલીપના નાના ભાઈનું કહેવું છે કે, તેમના દ્વારા બનાવવામાં આવતા બટાકામાં લસણ, મરચું અને આદુ સિવાય કશું નાખવામાં આવતું નથી. તેને મીડીયમ તીખા બનાવવામાં આવે છે, જેથી દરેક વર્ગ તેનો આનંદ લઇ શકે. બટાકા વહેંચનારા દરેક વ્યક્તિઓની પોતાની મોનોપોલી હોય છે. આ બટેકા ઉપર ઘણા પરિવાર નભે છે તેમ ચિરાગે જણાવ્યું હતું.

બટાકા ભૂંગળા
બટાકા ભૂંગળા

આ પણ વાંચો:લો ગાર્ડન હેપી સ્ટ્રીટનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદ્ધાટન

ભાવનગરમાં આવો અને ભૂખ્યા રહો તેવું ન બને કારણ કે, 24×7 મળે છે બટેટા

ભાવનગર શહેરમાં સવારથી લઈને કોઈ પણ વિસ્તારમાં જાવ એટલે બટાકા ભૂંગળા અથવા પાપડ કે પાવ સાથે મળી રહે છે. રાત્રે 2 વાગ્યે પણ બટાકા અને ગાંઠિયા ગરમાગરમ મળી રહે છે. દેશી તડકા એટલે ભાવનગરના તીખા અને મસાલેદાર લાલ બટાકા ભૂંગળા ભાવેણાવાસીનું દેશી મેનુ છે. દરેક વ્યક્તિ બે કે પાંચ દિવસે એક વખત કમસેકમ બટાકા ભૂંગળાનો આનંદ લેવાનું ચૂકતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.