- ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વિમેન વિંગની બહેનોએ લીધી અલંગની મુલાકાત
- વિમેન વિંગના આગમને યોજાયેલા કાર્યક્રમમાં ભાવનગર ચેમ્બરે અપેક્ષા વ્યક્ત કરી
- ચેમ્બરના પ્રમુખે ભાવનગરમા વિમેન વિંગ બને તેવી અપેક્ષા વ્યક્ત કરી
ભાવનગર: જિલ્લામાં અલંગની મુલાકાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હેઠળની વિમેન વિંગ આવી પહોંચી હતી. આવેલા મહેમાન તરીકેની વિમેન વિંગ માટે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સએ પણ ભાવનગર સ્થિત વિમેન વિંગ બનાવવા તરફ ઇશારો કર્યો છે.
ભાવનગર અલંગ મુલાકાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વિમેન વિંગ
ગુજરાતની મહાજન એટલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સએ વીમેન વિંગની રચનાં કરેલી છે. આ વિમેન વિંગ ભાવનગરના અલંગની મુલાકાતે આવી પોહચી હતી. અલંગ મુલાકાત બાદ યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ પ્રમુખ કિરીટ સોનીએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં અનેક નાના મોટા ઉદ્યોગો ચાલી રહ્યા છે જેમાં મહિલાઓનું પણ યોગદાન છે ત્યારે ભાવનગરમાં પણ મહિલાઓની વિંગ બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: ભાવનગરમાં અલંગમાં 10 માળનું વૈભવી ક્રૂઝ જહાજ ભંગાણ માટે આવ્યું
ગુજરાત ચેમ્બરની વિમેન વીંગે પણ અપેક્ષા વ્યક્ત કરી
ગુજરાતના ચેમ્બરની વિમેન વિંગ અલંગની મુલાકાતે પહોંચી ત્યારે તેમની 13 મહિલાઓ સાથે ભાવનગરની 12 જેટલી મહિલાઓ જોડાઈ હતી. મહિલાઓએ પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું, ત્યારે કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ચેમ્બર વિમેન વિંગના પ્રમુખ શિલ્પા ભટ્ટે જણાવ્યું હતું કે, ભાવનગરમાં મહિલાઓ માટે સાહસિકતા છે અને ઘણી તેમની સાથે વાર્તાલાપ બાદ ભાવનગર ચેમ્બર દ્વારા વિમેન વિંગ બનાવવામાં આવશે તો તેમના તરફથી સહકાર અને સાથ મળી રહેશે.