ETV Bharat / city

શિક્ષણપ્રધાન અને ભાવનગરના પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવે બન્યા સામાન્ય માણસ! - ભાવનગર MLA

ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવે આજે (રવિવારે) અચાનક તેમના નિવાસ સ્થાનેથી સ્કૂટર લઈને નીકળ્યા હતા. તેમજ તેમના કમાન્ડોને કહ્યા વગર જ ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા હતા. જેને લઈને દરેક લોકોમાં કુતુહુલ સર્જાયું હતું.

education-minister-and-bhavnagar-mla-vibhavariben-dave-became-a-common-man
શિક્ષણપ્રધાન અને ભાવનગરના ધારાસભ્ય વિભાવરીબેન દવે બન્યા સામાન્ય માણસ
author img

By

Published : Oct 4, 2020, 2:17 PM IST

ભાવનગરઃ ભારતમાં રાજકારણીઓને સાદગીમાં જોવાનું ભાગ્યે જ મળે છે, જ્યારે કોઈ નેતા સાદગીથી નીકળે ત્યારે સ્ટંટ સિવાય કશું હોતું નથી. જેમ કે, ચાલીને જવું તેમજ કોઈના ઘરે પહોંચી જવું. આ બધા કાર્યો નેતાઓ ખાસ કરીને થામડામથી કરતા હોય છે. આથી જ ટૂંકમાં સામાન્ય માણસની ભાષામાં કહી શકાય તો દેખાડો કહેવાય છે. પરંતુ જો નેતા અચાનક મન થાય અને સાદગીમાં નીકળી પડે તો એ નેતાની વિચારધારા તમે સરળતાથી સમજી શકો છો. આ પ્રકારના નેતાઓ પણ ભાગ્યે જ સામે આવતા હોય છે, ત્યારે ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને શિક્ષણપ્રધાન વિભાવરીબેન દવે આજે અચાનક તેમના નિવાસ સ્થાનેથી સ્કૂટર લઈને નીકળ્યા હતા. તેમજ તેમના કમાન્ડોને કહ્યા વગર જ ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા હતા.

વિભાવરીબેન આમ તો પહેલેથી જ સાદગીમાં માનનારા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કારણ કે, તેઓ લોકોની વચ્ચે પણ અચાનક જતા રહેતા હોય છે. વિભાવરીબેન રવિવારે ભાજપ કાર્યાલયે પહોંચી ગયા હતા. જેને લઈને દરેક લોકોમાં કુતુહુલ સર્જાયું હતું.

શિક્ષણપ્રધાન અને ભાવનગરના ધારાસભ્ય વિભાવરીબેન દવે બન્યા સામાન્ય માણસ !

ભારતના રાજકરણમાં કોઈક જ એવા નેતા હશે જે પોતાના ભૂતકાળને વાગોળતા હશે, તેવું ભાવનગરના ધારાસભ્ય વિભાવરીબેનએ કર્યું છે. તેમના ભૂતકાળની યાદોને તાજા કરી અને સ્કુટર લઈ કાર્યાલય માટે નીકળી પડ્યા હતા.

વિભાવરીબેન સ્કૂટર સાથે ભાજપ કાર્યાલય પહોંચ્યા અને ત્યાં હાજર તેમના મિત્ર કહો કે પછી પક્ષના ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ ઉપસ્થિત હતા. જો કે કેમેરા શરૂ હોવાને કારણે બંને એક બીજાને ભેટી તો પડ્યા પણ હાથ મેળવીને કંઈક ભેટવા જેવો હરખ વ્યકત કરતા નજરે પડતા હતા. આમ કહીએ તો વિભાવરીબેન આજે સ્કૂટર લઈને અને ભાજપ કાર્યાલય પહોંચ્યા અને ત્યાં ભારતીબેન શિયાળ જે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે તેમને મળ્યા પાછળનું તારણ તો એવું જરૂર કાઢી શકાય કે, મિત્રને મળેલી પદવીનો હરખ અને આનંદ હતો. જેને સાદગીથી ક્યાંક વિભાવરીબેન દવેએ વ્યક્ત કર્યો છે. તેમજ તેમને શુભેચ્છા પાઠવી હોઈ તેમ લાગતું હતું. જો કે સ્કૂટર લઈને જવા પર વિભાવરીબેને પણ પોતે સાદગીને માનનારા હોવાનું કબુલ્યું છે. આ સાથે કહ્યું કે, હું પણ એક સામાન્ય માણસ અને નાગરિક છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.