- પ્રવૃત્તિ શિક્ષણ એટલે ભાર વગરનું બાળકોનું શિક્ષણ સ્તર કેટલું મજબૂત
- પ્રવૃત્તિ શિક્ષણ આપવા કૃતિઓ જરૂરી અને કૃતિઓ બનાવવા શિક્ષકની સૂઝબૂઝ
- એ વી સરકારી શાળામાં શિક્ષિકાએ બનાવી અદભુત જાતે કૃતિઓ જે બાળકોને પ્રેરે છે
ભાવનગરઃ ભાવનગરના આંગણે પ્રવૃતિ શિક્ષણનો (Education) પાયો નાખવામાં આવ્યો છે. પ્રવૃત્તિ શિક્ષણ બાળકમાં સહજભાવથી તેના જીવનમાં વણાઈ જાય છે. પ્રવૃત્તિ શિક્ષણ આપવાની સમગ્ર ફરજ શિક્ષકોની છે. પોતાની શાળાના બાળકોને કેવી કૃતિઓથી શિક્ષણ આપી શકાય જેથી બાળક રમતાં રમતાં શિક્ષણ પ્રાપ્ત કરી શકે. પ્રવૃત્તિ શિક્ષણ ગિજુભાઈ બાંધેકાએ નાખ્યો અને શિક્ષકોને એક નવી શિક્ષણ નીતિ અને રીતિ પ્રદાન કરી ત્યારે આજના મોબાઈલ યુગમાં આ કેટલી જીવંત છે જાણીએ.
શાળાઓમાં પ્રવૃત્તિ શિક્ષણમાં ઉદાહરણ બનતી સરકારી શાળા
ભાવનગરના ગિજુભાઈ બધેકા (Gijubhai Badhekha) પ્રવૃત્તિ શિક્ષણનો પાયો નાખનારા છે. શાળાઓમાં પ્રવૃત્તિ શિક્ષણનો (Education) પ્રારંભ થયો છે. ભાવનગરની 55 શાળાઓ છે. જેમાં શિક્ષકોની રુચિ ઉપર પ્રવૃતિઓ થતી હોય છે. જો કે ખાનગી શાળાઓમાં તૈયાર પ્લાસ્ટિકના આવતા એમતોના પઝલ્સ ગેમોના આધારે પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. ભાવનગરની સરકારી શાળાઓની પ્રવૃત્તિઓ શિક્ષકોની ક્ષમતાને ઉજાગર કરે છે. ભાવનગરની એ વી સરકારી શાળામાં (A V Government School) ETV BHARAT એ મુલાકાત લીધી હતી. શિક્ષકોએ પોતાની સૂઝબૂઝથી બનાવેલ કૃતિઓ જોવા મળી હતી. અક્ષર જ્ઞાન,વાક્ય રચના, શબ્દ રચના માટે શિક્ષકોએ પોતે બનાવેલી કૃતિ હતી ત્યાં કોઈ બહારથી લવાયેલી પઝલ્સ કે રમતના રેડીમેડ સાધનો નહોતાં જેમાં બાળક રમતાં રમતાં હસતાં હસતાં શીખતું હતું.
શિક્ષકોએ કેવી રીતે બનાવી કૃતિઓ
A V Government School આચાર્ય હેતલબેન સાથે વાતચીત બાદ તેમણે શાળામાં કૃતિઓ બનાવતાં ધોરણ 1 અને 2 ના શિક્ષિકાઓ સાથે મુલાકાત કરાવી હતી. ધોરણ 1 ને 2 ના શિક્ષિકા ઉમાબેન વાળા સાથે વાતચીત કરતાં તેમણેે બાળકોને પ્રવૃત્તિ કરાવવા માટે શિક્ષણ (Education) આપવા માટે પોતાનો ભાવ અને ઉત્સાહને રજૂ કર્યા હતાં. શિક્ષિકા ઉમાબેને જણાવ્યું હતું કે બાળકોને રુચિ કઈ બાબતોમાં હોય છે જેમ કે પતંગ ફીરકી તો તેને લઈને તેમને એક સાધન બનાવ્યું જેમાં ફિરકીમાં દોરીના બદલે કાગળ વીટ્યાં જેમાં લખ્યું હતું. તેવી રીતે બાળકોને કેન્ડી ખૂબ પ્રિય હોય એટલે બાક્સ અને કેન્ડીની સળીથી અક્ષરોથી એક સાધન બનાવ્યું છે. આવી અનેક કૃતિઓ બનાવવામાં આવી છે, જેનાથી બાળકો શિક્ષણ મેળવી રહ્યાં છે.
શિક્ષકની દીર્ઘદ્રષ્ટિ દરેકમાં જરૂરી
શિક્ષક એટલે ગુરુ અને ગુરુ એટલે માતાપિતાનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. બાળકોને પોતાના બાળક સમજીને શિક્ષણ (Education) આપવામાં આવે તો દરેક બાળક દફતર વગરનું ભારવિહોણું શિક્ષણ મેળવી શકે છે. જે શાળામાં શિક્ષક નવી સૂઝબૂઝથી કૃતિઓ બનાવે અને બાળકોને ભણાવે છે તેવા બાળકોનો પાયો મજબૂત થાય છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક અબ્દુલ કલામ આપણા પ્રેરણા સ્ત્રોત છે. પરંતુ જે શિક્ષકનો ભાવ મજબૂત અને સૂઝબૂઝથી કૃતિઓ બનાવીને રજૂ થાય ત્યાં બાળક શિક્ષણસ્તરે મજબૂત થાય છે.
આ પણ વાંચોઃ ભાવનગરઃ શહેરમાં શેરી શાળા શરૂ કરાઈ, ઓનલાઇન શિક્ષણ નિષ્ફળ હોવાનું જણાવતા શિક્ષકો
આ પણ વાંચોઃ બાળકોને ગમ્મ્ત સાથે ગણિત શિખવવા ટીંટોઇના શિક્ષિકાએ બનાવી ‘ઢીંગલી’