- કુડા ગ્રામજનોની સતર્કતાના કારણે કોરોના સંક્રમણ રોકવામાં આગળ
- ગામની વસ્તીના પ્રમાણમાં અત્યાર સુધીમાં માત્ર 13 દર્દીઓ જ કોરોના પોઝિટિવ આવ્યા
- કુડા ગામમાં અત્યાર સુધીમાં એક પણ કોરોના દર્દીનું મોત નીપજ્યું નથી
ભાવનગર: દેશભરમાં કોરોના કહેર આતંક મચાવી રહ્યો છે તેવા સમયે શહેર તેમજ ગ્રામ્ય કક્ષાએ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં હોસ્પિટલમાં પણ બેડો ફુલ થઈ જતા સારવાર માટે દર્દીઓને એકથી બીજી હોસ્પિટલ ભટકવાનો વારો આવ્યો છે એવા સમયે ગ્રામ્ય કક્ષાએ સંક્રમિતોની સંખ્યા વધતા, ગામડાઓમાં સંક્રમણને રોકવા માટે સ્વેચ્છિક લોકડાઉન આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત સંક્રમિત દર્દીઓ માટે ગામમાં જ સારવાર મળી રહે તે માટે આઇસોલેશન વોર્ડ અને બેડની વ્યવસ્થાઓ ગ્રામજનો અને સરકારના સહયોગથી કરવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લાનું કુડા ગામ કે જ્યાં ગામની વસ્તીના પ્રમાણમાં અત્યાર સુધીમાં માત્ર 13 દર્દીઓ જ કોરોના પોઝિટિવ આવ્યા છે અને આ ગામમાં અત્યાર સુધીમાં એક પણ કોરોના દર્દીનું મોત નીપજ્યું નથી. ગ્રામજનોની સતર્કતા સાથે ગામલોકો અને સરકારી તંત્ર ખભેથી ખભો મેળવી કોરોના સામે જંગ લડી રહ્યું છે.
ભાવનગર જિલ્લાનું દરિયા કિનારે આવેલ કુડા એક એવું ગામ કે જે ગામની વસ્તી માત્ર 3500 જ છે. કોરોના સામેની જંગમાં ગામલોકોએ ખંભે થી ખંભો મેળવી કોરોનાને પરાસ્ત કરવા આગળ આવી રહ્યું છે આ ગામમાં અત્યાર સુધીમાં વસ્તીના પ્રમાણમાં માત્ર રોજના એક થી બે કેસો જ પોઝિટિવ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ અત્યાર સુધીમાં એક પણ મૃત્યુ કોરોના ના કારણે થયું નથી જો હાલના સમયે ગામમાં માત્ર 13 દર્દીઓ જ પોઝિટિવ જોવા મળ્યા છે.
આ પણ વાંચો : 'મારુ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન અંતર્ગત જિલ્લાની 667 સ્કૂલોમાં આઇસોલેશનની સુવિધા ઉભી કરાશે
શું કહી રહ્યા છે કુડા ગામના સરપંચ
દરિયા કિનારે આવેલ કુડા ગામે કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થતા ગામડાઓ પણ સંક્રમિત થતાં ગામ લોકોએ જાતે જ ગામને અને ગ્રામજનોને સુરક્ષિત કરવા કુડા સરપંચ રઘુભાઈ ગોહિલ દ્વારા પંચાયત બેઠક બોલાવી સંક્રમણ રોકવા ગામમાં સ્વેચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. સરપંચના જણાવ્યા અનુસાર ગામમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં દરરોજના એક થી બે કેસો જ જોવા મળ્યા છે આ ઉપરાંત ગામમાં જ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ગામલોકો અને સરકારના સહયોગથી સરકારી શાળામાં 10 બેડ સાથેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટરનો સ્ટાફ ખડેપગે દર્દીઓની સારવાર કરી રહ્યા છે ગામમાં કોઈ દર્દીને ઓક્સિજનની જરૂર પડે તો તેના માટેની વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે તેમ છતાં પણ જો વધુ બેડની જરૂરિયાત જણાય તો વાડી વિસ્તારમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવા ગામલોકોએ તૈયારીઓ દાખવી છે કુડા થી 5 કી.મી દુર 50 બેડ સાથે કોવીડ કેર સેન્ટર પણ ઉપલબ્ધ છે.