- મહુવાના સેડરડા ગામમાં આજે પણ રખાઈ છે ભવાઈ કલાને જીવંત
- અહીંના બ્રાહ્મણો અને રાજવી પરિવારો દ્વારા થઈ હતી અહીં માતાજીની સ્થાપના
- આધુનિક યુગમાં વિસરાઈ રહી છે ભવાઈ નામની કલા
- આ માત્ર કલા નથી પણ ઉપાસના નું એક માધાયમ પણ છે
- માતાજીની આરાધનાના ઉત્તમ દિવસો એટલે આસો નવરાત્રિ
- કલાકારો પોતાના વારસામાં બાળકોને આપે છે ભવાઈ કલા
ભાવનગરઃ માં જગદંબાની આરાધના કરવાના શ્રેષ્ઠ દિવસો એટલે આસો નવરાત્રિ. આ નવલા નોરતામાં લોકો માતાજીની વિવિધ પ્રકારે ઉપાસના કરી આશીર્વાદ મેળવે છે અને જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે આ દિવસોમાં વિવિધ પડાળોમાં માની ગરબીની સ્થાપના કરી યુવાન હૈયાઓ ગરબે ઘૂમતા હોય છે. જોકે, આધુનિક યુગમાં એક લુપ્ત થતી સંસ્કૃતિ એટલે ભવાઈ. ભવાઈ શબ્દ સાંભળતા જ મગજમાં અનેક પાત્રો તાદૃશ્ય થઈ જાય છે અને આજે આ સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ મહુવા તાલુકાના સેદરડા ગામે બહુચર માતાજીના સાંનિધ્યમાં બ્રાહ્મણ કલાકારો દ્વારા થઈ રહ્યો છે. લોકવાયકા પ્રમાણે 100 વર્ષ પહેલાં ગોહિલવાડના રાજવી પરિવાર અને સેદરડા ગામના બ્રાહ્મણો દ્વારા દૂધની ધારાએ પાવાગઢથી માતાજીને અહીં લાવી સ્થાપન કર્યું હતું અને ત્યારે જ અહીંના બ્રાહ્મણો માતાજીના વચને બાંધ્યા હતા કે, દર આસો નવરાત્રિમાં સેદરડા ચોકમાં માની ગરબીનું સ્થાપન કરવું અને ભવાઈનું આયોજન કરી માના આશીર્વાદ મેળવવા જે પરંપરા આજે પણ ચાલી આવે છે.
આ પણ વાંચો- મહીસાગર કલેશ્વરી માં જોવા મળે છે શિલ્પ સ્થાપત્ય અને કલાનો અદ્ભુત વારસો
ભવાઈ આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે
ભવાઈ એ માત્ર એક મનોરંજન નથી. એક પ્રકારની સાધના જ છે. માતાજી સન્મુખ ભજવાતી ભવાઈ એ માતાજીની ઉપાસના નો વક ભાગજ છે. ભવાઈમાં ભજવવામાં આવતા વિવિધ ચરિત્રો એ આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે. પૌરાણિક પાત્ર ભજવતો નાયક કે સહનાયક પોતાના પાત્રમાં ઓતપ્રોત થઈ એક પ્રકારે માતાજીની ભક્તિ જ કરે છે અને આ પાત્રની તમામ મર્યાદાઓનું પાલન રંગમંચ પર જ નહીં, પરંતુ જીવનના મંચ પર પણ કરે છે.
આ પણ વાંચો- સાંસ્કૃતિક વારસાના જતન માટે સમગ્ર જીવન સમર્પિત કરનાર મૂર્તિકાર સ્વર્ગીય મહાપાત્ર
ભવાઈ ભક્તિનો એક પ્રકાર છે
કલા એ એક પ્રકારની સાધના જ છે. નવરાત્રિના પર્વમાં માતાજીના સાંનિધ્યમાં ભજવાતી ભવાઈ એ પણ ભક્તિનો જ એક પ્રકાર છે. મહુવાથી 22 કિલોમીટરના અંતરે આવેલા સેદરડા ગામના ભૂદેવોએ માતાજીને આપેલા વચનને પાળવા માટે આજે પણ આ પરંપરા જાળવી રાખી છે.
મહુવાના ભૂદેવ પરિવારોએ ભવાઈની પરંપરા જાળવી રાખી
ભાવનગરના રાજવી અને માતાજીના બોલે બંધાયેલા અહીંના ભૂદેવ પરિવારોએ આજના આધુનિક યુગમાં પણ ભવાઈની પરંપરા જાળવી રાખી છે અને અહીંના બહુચર ચોકમાં અખંડજ્યોત સાથે ગરબીની સ્થાપના કરી રા નવઘણ. શેઠ શાગળશા. વીર એભળવાળા. અશ્વધામાં જેવા પ્રસંગો આબેહૂબ રૂપે એકજ મંડપ નીચે ભાજવાઈ છે અને મોટી સંખ્યામાં આજુબાજુના લોકો અહીં આવે છે. સેદરડાના બ્રાહ્મણો ભૂદેવની કલાની સાધના અને માતાજીની ભક્તિના કારણે સમાજમાં આદરણીય પણ બન્યાં છે. આજે એક તરફ યુવાધન પશ્ચિમી સંસ્કૃતિ તરફ આકર્ષિત થયું છે. ત્યારે અહીંના બ્રાહ્મણો પોતાના બાળકોને પેઢી દર પેઢીથી માતાજીની આરાધના અને ભવાઈના પાઠ ભણાવી રહ્યા છે.