ભાવનગર:મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં પૂર્વ ડેપ્યુટી મેયર તેમજ હાલમાં ભાવનગરના સિનિયર પત્રકાર રખડતા રસ્તા પરના ઢોરના પગલે મૃત્યુ પામ્યા છે. જેથી કોંગ્રેસે માલધારીના વેશમાં રેલી કાઢીને આવેદનપત્ર પાઠવવાનું વિચાર્યું હતું, પરંતુ રેલીની મંજૂરી નહીં મળવાથી કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.
![કોંગ્રેસે માલધારીમાં વેશમાં રેલી કાઢી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08:15:50:1602643550_rgjbvn02congvirodhavbchirag7208680_14102020014252_1410f_00000_275.jpg)
ભાવનગર શહેરમાં ઢોરના ત્રાસથી લોકો હવે કંટાળી ગયા છે. તગ 22 વર્ષથી શાસન કરતા સત્તાધીશો સામે સવાલો ઉભા થયા છે. ઢોરના ત્રાસથી અનેક લોકોના હાથ-પગ ભાંગ્યા છે, તો કોઈકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આમ છતાં ઢોરની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.
![કોંગ્રેસે માલધારીમાં વેશમાં રેલી કાઢી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08:15:51:1602643551_rgjbvn02congvirodhavbchirag7208680_14102020014252_1410f_00000_980.jpg)
ઢોરની સમસ્યાનું નિરાકરણ નહીં આવવાથી કોંગ્રેસે રોષે ભરાઈ ઘોઘાગેટ ચોકમાંથી રેલી કાઢી હતી. આ રેલીમાં કોગ્રેસ માલધારીના વેશમાં રસ્તા પરના ઢોર મહાનગરપાલિકા સુધી પહોંચાડ્યા હતા. જેથી પોલીસ અને કોંગ્રેસ કાર્યકર વચ્ચે ઘર્ષણ થયું હતું.
કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાગ કમિશ્નરે 5 લોકોને મંજૂરી આપી હતી. જેથી કોંગ્રેસે જણાવ્યું હતું કે, વિરોધ કરી અમે થાકી ગયા પરંતુ મનપાના સત્તાધીશોને પેટનું પાણી હલતું નથી.