ETV Bharat / city

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ઓક્સિજન બંધ થતા મોત થયાની ચર્ચાઓએ જોર પકડ્યું - Discussion of oxygen shutdown

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં આવેલા ટ્રોમાં સેન્ટરમાં ગઈકાલે સોમવારે ઓક્સિજન બંધ થયાની ચર્ચાએ જોર જગાવ્યું હતું. ઓક્સિજન બંધ થવાથી આશરે 7થી વધુના મોત થયાની ચર્ચા જાગી હતી. જોકે, ઓક્સિજન મામલે તંત્ર દ્વારા જણાવ્યું છે કે, ઓક્સિજન લાઈનમાં ખામી આવે તો સમગ્ર બિલ્ડીંગોમાં આવે તેથી એ વાત પાયા વિહોણી છે કે, ઓક્સિજન બંધ થયું અને મોત થયા છે.

ભાવનગરની સર ટી હોસ્પિટલ
ભાવનગરની સર ટી હોસ્પિટલ
author img

By

Published : Apr 20, 2021, 10:54 AM IST

  • સર ટી હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરમાં ઓક્સિજન બંધ થયાની ચર્ચા
  • ઓક્સિજન ઘટવાથી 7થી વધુ લોકોના મૃત્યુ થયાની ચર્ચાઓ
  • હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવે વાતને પાયા વિહોણી ગણાવી

ભાવનગર : શહેરના સર ટી હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરમાં ઓક્સિજન થોડા સમય માટે બંધ થયું હોવાના સમાચાર વહેતા થતા સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, ઓક્સિજન ઘટવાથી 7થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જોકે, આ મામલે સર ટી હોસ્પિટલે આ વાતને પાયા વિહોણી ગણાવી છે.

આ પણ વાંચો : ઇફ્કો દ્વારા રાજ્યની હોસ્પિટલ્સમાં વિનામૂલ્યે અપાશે ઓક્સિજન

7 જેટલા મૃત્યુ થતા લોકોમાં ઓક્સિજન બંધ થવાની ચર્ચા જાગી

ભાવનગર સર ટી હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર સહિત દરેક કોરોનાના ઉભા કરેલા વોર્ડમાં પાઈપલાઈનથી ઓક્સિજન પૂરું પાડવામાં દર્દીઓને આવે છે. ત્યારે ગઈકાલે 7 જેટલા મૃત્યુ થતા લોકોમાં ચર્ચા જાગી હતી કે, ઓક્સિજન બંધ થવાથી મૃત્યુ થયા છે .જોકે, ચર્ચાતી વાતમાં બાયોલોજીકલ એન્જીનીયરને બોલાવવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. એવામાં સર ટી હોસ્પિટલ વિવાદમાં આવ્યું છે કે, ક્યાંક બેદરકારી તો નથી.

ભાવનગરની સર ટી હોસ્પિટલ
ભાવનગરની સર ટી હોસ્પિટલ
હોસ્પિટલમાં દર્દીઓને પ્રથમ ટ્રોમાં સેન્ટરમાં લાવવામાં આવે

હોસ્પિટલમાં દર્દીઓને પ્રથમ ટ્રોમાં સેન્ટરમાં લાવવામાં આવે છે અને ત્યાં રેપીડ બાદ RTPCR રિપોર્ટ કરવામાં આવે છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી દર્દીને કોરોના હોવાનું જાહેર કરીને તેની સારવાર કરવામાં આવતી હોય છે. ત્યારે શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પહેલા મૃત્યુ થવાના કિસ્સા છે.

ભાવનગરની સર ટી હોસ્પિટલ
ભાવનગરની સર ટી હોસ્પિટલ

આ પણ વાંચો : સોમવારથી દેશભરમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનથી ઓક્સિજન પહોંચાડવામાં આવશે

ઓક્સિજન બંધ થવાથી મૃત્યુ થયા આ વાત પાયા વિહોણી

ઓક્સિજન બંધ થવાના પગલે સર ટી હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવ હાર્દિક ગાઠાણી સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે, ઓક્સિજન બંધ થવાની વાત પાયા વિહોણી છે. કારણ કે ઓક્સિજન લાઈનમાં ખામી આવે તો સમગ્ર દરેક બિલ્ડીંગોમાં આવે એટલે મૃત્યુ દર વધી જાય માટે ઓક્સિજન બંધ થવાથી મૃત્યુ થયા આ વાત પાયા વિહોણી હોવાનું જણાવ્યું છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.