ભાવનગરઃ કોરોનાકાળમાં દરેક વ્યક્તિઓના ભોજન પર ખૂબ જ આધાર રહેલો છે. કોરોનાના સમયમાં કેવા પ્રકારનો ખોરાક આરોગવો જોઈએ (Immunity booster food) તેના માટે ખાસ વાતચીત ભાવનગરના ડો. સલોની ચૌહાણ ડાયેટિશિયન (Bhavnagar Doctor Saloni Chauhan Dietitian ) સાથે કરી હતી. સામાન્ય વ્યક્તિઓ અને ડાયાબીટીસ તેમજ બીપીના દર્દીઓએ કોરોનાના પિકઅપ સમયમાં પોતાના ખોરાકમાં શું કાળજી રાખવી (Diet in covid time ) તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
ડો સલોની ચૌહાણની કોરોનાકાળમાં ડાયેટ પર વાત
ભાવનગર અમરેલી અને બોટાદ જેવા ત્રણ જિલ્લામાં એક માત્ર ડાયેટ ક્લિનિક ચલાવતા ડો સલોની ચૌહાણ સાથે ETV Bharat એ ખાસ વાર્તાલાપ કરી કોરોના સમયમાં ભોજનમાં શું કાળજી (Diet in covid time ) લેવી જોઈએ અને કયું ભોજન ક્યારે અને કેવી રીતે લેવું તે જાણવાની કોશિશ કરી હતી. ડો સલોની ચૌહાણે જણાવ્યું હતું કે આજે 10 જાન્યુઆરી વિશ્વ ડાયટીકલ ડે છે ત્યારે હું કહીશ કે કોરોનામાં ઇમ્યુુનિટી ખૂબ જ મહત્વની બની જાય છે માટે ઇમ્યુનિટી વધારવા હંમેશા ભોજન પસંદગી (Immunity booster food) પર ધ્યાન આપવું જોઈએ.
સવાર, બપોર અને સાંજે શું ભોજન લેવું જોઈએ
ભાવનગરના ડો સલોની ચૌહાણે જણાવ્યું હતું કે સવારમાં હંમેશા ઉઠીને પહેલા નરણાં કોઠે આદુ,તુલસી અને અજમાનો ઉકાળો પીવો જોઈએ. સવારના નાસ્તામાં ફળો લેવા જોઈએ. ફળ સિવાય નાસ્તામાં કાચા શાકભાજી, પનીર પરાઠા, પૌંવા, દૂધ અને વેજીટેબલ ઉપમા જેવા કે હેલ્ધી નાસ્તા લેવો જોઈએ. હવે બપોરના સમયે દાળભાત, શાક,છાશ અને દહીં ખાસ લેવા જોઈએ, કારણ કે વિટામિન સી ખૂબ જરૂરી છે. દહીં અને છાશ ખાસ બપોરે ભોજનમાં લેવા જોઈએ પણ ફ્રીઝની ઠંડક વાળા નહીં. હવે રાત્રે વાત કરીએ તો રાત્રે વ્યક્તિને મહેનત કે કામ કરવાનું હોતું નથી. આથી હળવું કોઈ પણ ભોજન તમે લઈ શકો છો. રાત્રે ખટાશ જેને કોઈ રોગ કે તકલીફ નથી તેવા લોકો લઈ શકે છે.
આ પણ વાંચોઃ IIFPT તૈયાર કરી રહી છે કોરોના દર્દીઓ માટે પોષક તત્વયુક્ત ખોરાક
ડાયાબિટીસ અને બીપી જેવા રોગીએ શું ધ્યાન રાખવું
ભાવનગર શહેર સહિત સમગ્ર દેશમાં મોટા ભાગે ડાયાબિટીસ અને બીપીના લોકો હોય (Diet in covid time ) છે. જેમાં ખાસ કરીને ડાયાબિટીસવાળા (Ddiabetic diet in covid 19 ) લોકોને લોટ સ્વરૂપે અનાજ હોય તેને લેવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને આખા ધાન્ય લેવામાં આવે તો વધુ સારું રહેશે. હળદરવાળું દૂધ ખાસ લેવું જોઈએ તેમજ આદુ,તુલસી અને અજમાનો ઉકાળો સવારમાં લેવો જોઈએ. ગુજરાતીમાં "ભઇડકું" કહેવાય છે તેનો ઉપયોગ કોરોનાકાળમાં ડાયાબિટીસના દર્દીઓ કરે તો ખૂબ સારું રહેશે.
આ પણ વાંચોઃ black raisins benefits: જો તમે રોજ કાળી કિશમિશનું સેવન કરશો તો રહેશો તુંદુરસ્ત