ભાવનગર: ભાવનગરનો હીરા ઉદ્યોગ (Diamond Industries Bhavnagar) વિશ્વાસ ઉપર ચાલે છે. વિદેશી હૂંડિયામણ (Foreign exchange Gujarat) રળી આપતા ઉદ્યોગમાં કેટલા લોકો જોડાયેલા છે તેનો કોઈ હિસાબ નથી કે નોંધણી નથી. ઇકોનોમિક્સ વિભાગના ભાવનગરના દીપ્તિબેન ઠક્કર હાલમાં હીરા ઉદ્યોગ પર P.hd કરી રહ્યા છે. દીપ્તિબેનના માત્ર પાયલોટ સર્વે (Pilot Survey On Diamond industries)માં આવેલી માહિતીથી ડાયમંડ એસોસિએશન (bhavnagar diamond association)ને લાભ થયો છે.
પાયલોટ સર્વે કર્યો- ભાવનગર શહેરનો સૌથી મોટો ઉદ્યોગ જેમાં તમારા શિક્ષણની જરૂર નથી, પણ હા જરૂર છે તમારી કળાની. કળા હોય તો હીરાના વ્યવસાયમાં તમે મહિને સારી એવી કમાણી કરી શકો છો. દીપ્તિબેન ઠક્કર P.hd માટે વિષય રિસર્ચનો હીરા ઉદ્યોગ પર સર્વે કરી રહ્યા છે. ભાવનગર યુનિવર્સિટીના ઇકોનોમિક્સ વિભાગ (bhavnagar university economics department)માં P.hd કરવા માટે તેમને ભારતીબેન દવેએ પ્રેરણા આપી હતી. દીપ્તિબેન ઠક્કરે પાયલોટ સર્વે કર્યો છે.
આ ઉદ્યોગ વગર શિક્ષણે રોજગારી આપી શકે છે- આ સર્વેમાં તેમની પાસેથી માહિતી મળી છે કે, મોટી સંખ્યામાં રોજગારી (Employment In Bhavnagar) આપતા હીરાના વ્યવસાયમાં શિક્ષણની જરૂર નથી. કળા હોય એટલે તમે આસાનીથી 15થી 25 હજાર કમાઈ શકો છો. આ ઉદ્યોગના માલિકોને સરકાર મદદ કરે તો આ ઉદ્યોગ આગળ વધી શકે અને મોટી સંખ્યામાં લોકોને વગર શિક્ષણે રોજગારી આપી શકે છે તેમ દીપ્તિબેન ઠક્કરે જણાવ્યું હતું. ભાવનગર શહેરમાં કેટલા હીરાના વ્યવસાયકારો છે તેની નોંધ એસોસિએશન પાસે પણ નથી. હીરા ઉદ્યોગની નોંધણી ક્યાંય થતી નથી એટલે કેટલા લોકો જોડાયેલા છે તે જાણી શકાતું નથી.
2 લાખ કરતા વધુ કારખાનાઓ- દીપ્તિબેન ઠક્કરના રિસર્ચથી એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, એસોસિએશનને ખબર નહોતી કે શહેરમાં ઓફિસો 1,200થી વધારે છે તેમજ 50 હજાર લોકો શહેરમાં રોજગારી મેળવે છે જેની જાણ દીપ્તિબેનના રિસર્ચથી અમારી સામે આવી છે. એવી રીતે જિલ્લામાં નાના-મોટા હીરાના કારખાનાઓ (Diamond factories In Bhavnagar) 2 લાખ કરતા વધુ સામે આવ્યા છે. જિલ્લામાં મહિલાઓ વધુ કમાતી હોવાનું પણ સામે આવ્યું છે. હીરા ઉદ્યોગનો એક ડેટા એસોસિએશનને મળ્યો છે. હીરા ઉદ્યોગ પર કોઈ P.hd કરતું હોય તેવી પહેલી વ્યક્તિ છે. આ રિસર્ચથી હીરા ઉદ્યોગની સ્થિતિથી લોકો વાકેફ થશે.