ભાવનગર શહેરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 અને 30 સપ્ટેમ્બરના (PM Modi visit Gujarat) રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈને ભાવનગરમાં PM મોદીના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 29 સપ્ટેમ્બરે ભાવનગરમાં PM મોદીના રોડ શૉમાં હજારોની સંખ્યામાં નાગરિકો જોડાઇને ભવ્ય સ્વાગત કરશે. આ ઉપરાંત શહેરની વિવિધ સંસ્થાઓ-સંગઠનો દ્વારા વડાપ્રધાન મોદીનું અવનવી રીતે સ્વાગત કરવામાં આવશે. PM મોદીને આવકારવા થનગની રહેલા ભાવનગરના દરેક નાગરિકોના ઉત્સાહને બિરદાવી તેમનો આભાર વ્યક્ત શિક્ષણપ્રધાને કર્યો હતો. આ તક્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગર ખાતેથી 6.50 હજાર કરોડના ઐતિહાસિક વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે.(Bhavnagar PM Modi visit)
સ્વાગત માટે યોજાઈ બેઠક શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરની ઉપસ્થિતિમાં સરકિટ હાઉસ ખાતે વહીવટી તંત્ર, સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો, હીરા ઉદ્યોગકારો, વેપારી સંગઠનના આગેવાનો તેમજ પક્ષના આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અગ્રણી ભાયાલાલ નારી, પોપટ ઇટાલીયા, ઘનશ્યામ ભડીયાદ, છગન હડમતીયા, ધર્મેશ ગાબાણી, મુકેશ સરદાર, સુરેશ લાખાણી સહિત વિવિધ હિરાઉદ્યોગકારો જોડાયા હતા. જ્યાં તેમણે PM મોદીના રોડ શૉમાં પોતાના ઉદ્યોગ-કારખાનાઓ બંધ રાખીને કારીગરો સાથે યાત્રા જોડાવવાનો અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ભાવનગરના ડાહ્યાભાઇ સર્કલે એકત્ર થઇને અંદાજે 35 હજારની સંખ્યામાં નાગરિકો પદયાત્રા રોડ શૉમાં જોડાશે તેવી શક્યતા સામે (PM Modi road show in Bhavnagar) આવી રહી છે.
અલગ અલગ ખાતમુહૂર્ત અને લોકાર્પણ PM નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગરમાં 6.50 હજાર કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થનાર છે. ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરશે. તે ઉપરાંત ભાવનગરને આંગણે વિજ્ઞાનનગરીનું નવલું નજરાણું અર્પણ તેમજ ભાગોળે 20 એકરમાં અને 100 કરોડના ખર્ચે આકાર પામેલ અનોખું રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. (development works Inauguration in Bhavnagar)
વિકાસના કામો ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બનવાની દિશામાં આગળ વધીને વડાપ્રધાન મોદી APPL કન્ટેનરનું ઉદ્ઘાટન કરશે. જ્યારે તળાજા ખાતે 10 કરોડના ખર્ચે નવનિર્મિત મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ, મહુવા ખાતે 5.86 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલય લોકાર્પણ, 11.10 કરોડના ખર્ચે નવનિર્મિત ભાવનગર એસ.ટી બસ સ્ટેશનનું લોકાર્પણ, 5.31 કરોડના ખર્ચે ભાવનગરનું મોતીબાગ ટાઉનહોલ રીનોવેશન અને રી-ડેવલપમેન્ટ લોકાર્પણ, 17.94કરોડનાં ખર્ચે ભાવનગરનાં અકવાડા લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-2નું ખાતમુહૂર્ત તેમજ 200 કરોડના ખર્ચે તૈયાર થનાર માઢીયા GIDCનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. (PM Modi Khatmuhurta and launch in Bhavnagar)