- પિતાની લેખિત માગ મારા દીકરાની થઈ છે હત્યા
- પરિવારે મેલી વિદ્યાના આક્ષેપ સાથે હત્યા કરી હોવાનું જણાવ્યું
- પોલીસે કાર્યવાહી નહીં કરતા ડીએસપી સુધી તેના પરિવારે લેખિત તપાસની માગ કરી
ભાવનગર: શહેરમાં વિકલાંગ મુહૂર્મ અકબર બેલીમ ગુમ થયા બાદ બીજા દિવસે મૃત હાલતમાં મળ્યો અને પરિવારે મેલી વિદ્યાના આક્ષેપ સાથે હત્યા કરી હોવાનું જણાવ્યું છે, ત્યારે બીજા દિવસે પણ પોલીસે કાર્યવાહી નહીં કરતા ડીએસપી સુધી તેના પરિવારે લેખિત તપાસની માગ કરી છે
મૃતદેહ યુનિવર્સિટીના કેમ્પસમાંથી મળ્યો
ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં મફતનગરમાં રહેતા અકબર બેલીમનો યુવાન વયનો પણ વિકલાંગ પુત્ર 22 તારીખે 12.30 કલાકે ગુમ થયો હતો અને તેનો મૃતદેહ યુનિવર્સિટીના કેમ્પસમાંથી મળતા તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવના દિવસે પણ મૃતક મુહૂર્મના પિતાએ મેલી વિદ્યા માટે તેના દીકરાની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
આક્ષેપ બાદ પિતાએ શું કરી માગ
મુહૂર્મ મૃત હાલતમાં મળતાં તંના પિતાએ મૃતદેહ સ્વિકારવનો ઈન્કાર કર્યો હતો અને હત્યારાને ઝડપવા અંગે જણાવ્યું હતું. જેથી પોલીસ અધિકારી દ્વારા બાંહેધરી આપી હતી પણ બીજા દિવસે ચીજ વસ્તુઓ ત્યાં જ હોવાના કારણે પરિવારે A ડિવિઝન PIને લેખિતમાં માગ કરી છે કે, તેમના દીકરાની હત્યા થઈ છે અને બીજા દિવસે તેઓ સ્થળ પર જતાં ચીજ વસ્તુઓ ત્યાં જ છે માટે ઝડપથી તપાસ થાય જેની નકલ D ડિવિઝન PI અને DSPને પણ કરવામાં આવી છે.