ભાવનગર- બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડને પગલે ભાવનગર સર ટી હોસ્પિટલમાં સૌથી વધુ 52 જેટલા લોકો (botad hooch tragedy ) સારવારમાં છે. ત્યારે આજના મંગળવારના દિવસે રાજકીય પક્ષો અને સરકારના પ્રધાનો આગામી દિવસોમાં મંગલ થાય તેવા હેતુથી દર્દીઓની મુલાકાતે આવ્યા હોય તેમ નેતાઓની હોડ લાગી હતી. સરકારના પ્રધાન રવાના થયા બાદ અંતમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ ભાવનગર (Kejriwal Visited Sir T Hospital ) આવી પહોંચ્યાં હતાં.
આ પણ વાંચોઃ કેજરીવાલે કર્યા સોમનાથ દર્શન, લઠ્ઠાકાંડ વિશે પુછતા કહ્યું- "અહિયા રાજનીતિની વાત નહીં"
કેજરીવાલના કાર્યકરો સ્વાગત અર્થે હાજર -ભાવનગર શહેરમાં કેજરીવાલ બપોરે 12:30 કલાકે આવવાના હતા. કેજરીવાલના આગમનના સમાચાર બાદ તેની પ્રતીક્ષામાં કાર્યકરો મીડિયા અને પોલીસ તંત્ર ખડેપગે રહ્યું હતું. પરંતુ દિલ્હીના મુખ્યપ્રધાનનો કાર્યક્રમ બદલાઈ જતા કેજરીવાલ સાંજે સાડા ચાર કલાકે (Delhi CM Kejrival in Bhavnagar )ભાવનગર પહોંચ્યા હતા. થોડી મિનિટો માટે હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લઈને મીડિયાને સંબોધન કરી પુનઃ રવાના (Kejriwal Visited Sir T Hospital ) થઈ ગયાં હતાં.
આ પણ વાંચોઃ ગુજરાતમાં નશાબંધી હોવા છતાં દારૂ વેચાય છે, પોરબંદર એરપોર્ટ પર કેજરીવાલે આપ્યુ નિવેદન
કેજરીવાલે ટૂંકમાં કર્યો સરકાર પર પ્રહાર - દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Kejriwal Visited Sir T Hospital ) મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે જે ઘટના ઘટી છે તે ખૂબ દુઃખદ છે (botad hooch tragedy ) અને કેટલાક લોકોના મૃત્યુ નીપજ્યા છે. સરકારે રાજ્યમાં જ્યારે દારૂબંધી હોય ત્યારે તેનો કડક અમલ કરાવીને કામગીરી કરવી જોઈએ. પરંતુ અહીંયા તો દારૂના નામે ઝેરી કેમિકલ પાઈ દેવામાં આવ્યું જે ખૂબ જ ગંભીર બાબત છે. અમારી સરકાર આગામી દિવસોમાં આવશે તો ચોક્કસ દારૂબંધીની કડક અમલવારી કરાવશે.