ભાવનગરઃ શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં (Bhavnagar Nagar Primary Education Committee) 55 શાળાઓમાં 22,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે નગર પ્રાથમિક શાળાઓમાં પાઠ્યપુસ્તકો ફાળવી દેવાઈ છે. જોકે, હજી પણ 3 જેટલા પુસ્તકો નથી આવ્યા. ગયા વર્ષ કરતા આ વર્ષે પુસ્તકોની છટ છે કે નહીં. તેમ જ સમગ્ર પુસ્તકોની ઘટ (Decrease in textbooks in government schools in Bhavnagar) અને બાળકો સુધી પહોંચ્યા કે નહીં તે અંગે નજર કરીએ આ અહેવાલમાં. આપને જણાવી દઈએ કે, રાજ્ય સરકારે આ વર્ષથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચોઃ Bhagavad Gita Teaching : સુરતની શાળાના આચાર્યનો ભગવદ્ ગીતાનો ક્લાસ ફુલ, શા માટે થઇ રહ્યું છે શિક્ષણ જૂઓ
સરકારી શાળામાં કેટલા પાઠ્યપુસ્તકો પહોંચ્યા - શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (Bhavnagar Nagar Primary Education Committee) 55 શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ફાળવી દેવામાં આવ્યા છે. શાળાઓમાં સંખ્યા વધી હોવાથી શિક્ષણ સમિતિના (Bhavnagar Nagar Primary Education Committee) ચેરમેન શિશિર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સંખ્યા વધી છે એટલે 10 ટકા ઘટ (Decrease in textbooks in government schools in Bhavnagar) છે. જ્યારે ધોરણ 4માં ગુજરાતી, ધોરણ - 7માં 3 પુસ્તકો અને ધોરણ 8માં 2 પુસ્તકો નથી આવ્યા, જે 12 જૂન સુધીમાં આવવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો- Jakhvada Primary School: સુરત જિલ્લાની એક એવી શાળા જ્યાં મુસ્લિમ શિક્ષક બાળકોને ભણાવે છે ગીતાના પાઠ
ગત વર્ષે કેટલી ઘટ અને આ વર્ષે કેટલી તો ભગવદ્ ગીતાનું શું... - પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ગયા વર્ષે સરકારી શાળાઓમાં 20 ટકા પુસ્તકો આપવામાં જ નથી આવ્યા. જ્યારે આ વર્ષે 10 ટકા ઘટ છે. શિક્ષણ સમિતિના (Bhavnagar Nagar Primary Education Committee) ચેરમેન શિશિર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભગવદ્ ગીતાનું (Knowledge of Bhagwad Gita to the students of Bhavnagar) હજી સુધી પુસ્તક આવ્યું નથી, પરંતુ આગામી દિવસોમાં ગીતાના સારનો સમાવેશ સર્વાંગી વિકાસના પુસ્તકમાં કરાશે. જોકે, હજી સુધી ધોરણ 8 માટે સર્વાંગી વિકાસનું પુસ્તક આવ્યું નથી.