ETV Bharat / city

CSMCRIની આઝાદીના 75 વર્ષે ભેટ દરિયાનું પાણી મીઠું કર્યું

દેશમાં CSMCRI ની બ્રાંચ અલગ અલગ રાજ્યોમાં કાર્યરત છે. કેન્દ્ર સરકારની સંશોધન કરતી સંસ્થાઓમાં ભાવનગરની સંસ્થાનો સિંહફાળો સામે આવ્યો છે. દેશમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આ સંસ્થાની ભાવનગર બ્રાંચે પણ એક ફાળો આપ્યો છે. જે વિષયને લઈને સંસ્થાએ દિલ ખોલીને આ મુદ્દે વાત કરી હતી. સંસ્થાના ડાયરેક્ટર ડૉ. કન્નન શ્રીનિવાસને આ અંગે ઘણી રસપ્રદ માહિતી આપી હતી.

CSMCRIની આઝાદીના 75 વર્ષે ભેટ સરળતાથી દરિયાનું પાણી મીઠું થશેઆ પણ વાંચો:

author img

By

Published : Aug 14, 2022, 8:25 PM IST

Updated : Aug 14, 2022, 10:12 PM IST

ભાવનગર: આઝાદી પહેલા 1940માં દિલ્હીના આંગણે CSIR (Council Of Scientific & Industrial Research) સેન્ટરનો પ્રારંભ થયો હતો. આઝાદી મળ્યા બાદ 1954માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુના કાર્યકાળમાં અલગ અલગ રાજ્યોમાં CSMCRIની CSIR નીચે સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી. જેમાંથી એક સંસ્થા ભાવનગરમાં છે. ભાવનગરની CSMCRI (Central Salt & Marine Chemicals Research Institute) બે અમૂલ્ય સંશોધન કર્યા અને વિશ્વને માનવ જીવન ઉપયોગી ભેટ આપી હતી. આ બંને શોધમાં હજુ નવીનીકરણ કરવા સંશોધનો ચાલુ છે. ચાલો જાણીએ આ શોધ.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના 5 મહત્ત્વના નિર્ણય જે દાયકાઓ સુધી યાદ રહેશે

દરીયાના પાણીને મીઠું કરવા પગલાં: ભાવનગર CSMCRI એ 2000 થી 2015 વચ્ચે દરીયાના ખારા પાણીને મીઠું કરવાની કરવાની શોધ કરી હતી. પ્રથમ પ્લાન્ટ ટેસ્ટિંગનો ભાવનગર CSMCRI માં અને બીજો લોકો માટે અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં સ્થાપવામાં આવ્યો હતો. CSMCRI ના વૈજ્ઞાનિકોએ દરિયાને મીઠો કરવામાં સફળતા મેળવતા દેશ માટે આનંદની વાત હતી. દરિયાના પાણીની ખારાશ કાઢવામાં બનાવેલા પ્લાન્ટમાં મેમરેન્સ કરવામાં આવતું હતું. બાદમાં ત્રણ સ્થળે ફરીને પાણી પીવા લાયક બનતું હતું. WHO ની ગાઈડલાઈન મુજબ TDS 500 થી નીચે કરવામાં આવ્યા હતા.

ભૂજમાં પ્લાન્ટ: ભાવનગર CSMCRIના પ્રારંભ બાદ અનેક સંશોધન થયા જેમાં દરિયાના ખારા પાણીને મીઠા પાણીમાં ફેરવવાનો પ્લાન્ટ હાલમાં ભુજથી 140 KM દૂર પાકિસ્તાન બોર્ડર પર 1000 જવાનો માટે સ્થાપવામાં આવેલો છે. દરિયાના કિનારાના તળના ખારા પાણી અને દરિયાના પાણીને મીઠું કરતો એક પ્લાટ બોર્ડરની ચોકી પર સ્થાપવામાં આવ્યો છે. 1 લાખ લીટર પાણી મળી રહે તેવો પ્લાન્ટ BSF ના જવાનો ચલાવી રહ્યા છે. જ્યારે અન્ય એક પ્લાન્ટ તમિલનાડુંના એક ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરાયો હતો. જેનું સંચાલન ગ્રામ પંચાયતના આગેવાનો કરે છે.

આ પણ વાંચો: ઓનલાઈન એપથી 2000ની લોન 15 લાખમાં પડી ફોટા લઈ ભેજાબાજે ધમકી આપી

શું કહે છે ડાયરેક્ટર: ડૉ. કંન્નન શ્રીનિવાસને જણાવ્યું હતું કે આ એક એવી દરિયાઈ ખેતી કે જે દરિયાઈ કાંઠે રહેતા માછીમારો માટે ખૂબ કમાણી કરાવતી ખેતી છે. શિવિડની ખેતીમાં પાણી,ખાતર,દવા કોઈ ચિઝની જરૂરિયાત નથી. શિવિડ થાય એટલે તેનામાંથી જમીનમાં થતી ખેતી માટેનું ખાતર બને છે. જેનાથી જમીનની ખેતીના ઉત્પાદનમાં શિવિડના ખાતરથી 1 થી 40 ટકા સુધી ઉત્પાદનમાં વધારો થાય છે અને ગુણવત્તા વધે છે. આ સાથે શિવિડના રસ કાઢવાથી તેમાંથી પોલીમર નીકળે છે જેમાં ફાઇકોપોલાઈડ હોય છે. જેનો ઉપયોગ હાલમાં આઈસ્ક્રીમ જેવી ચીઝ બનાવવામાં થાય છે.

આ સ્થળ નક્કી: ગુજરાત માટે 120 સ્થળો નક્કી કર્યા છે જેમાં શિવિડ (Seawerd) ખેતી થઈ શકે. તેની મંજૂરી માટે CSIR દિલ્હી પ્રોજેકટ મુકાયો છે. ભારત પાસે 7500 KM નો દરિયો છે. જેમાં શિવિડ ખેતી આર્થિક ઉપાર્જનમાં મહત્વનો ફાળો આપી શકે છે.માછીમાર મહિલાઓ આ સારી રીતે કરી શકે છે. શિવિડ કલ્ટીવેશન ગુજરાતમાં ટૂંક સમયમાં શરૂ થશે પણ દરિયાઇ વિસ્તારમાં અલગ અલગ સ્થળો પર અલગ અલગ રીતે તેની ખેતી કરવું પડે છે જેના પર હાલ કામ ચાલુ છે.

Last Updated : Aug 14, 2022, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.