- સગી કાકીએ અઢી વર્ષ પહેલાં ભત્રીજાને દરિયામાં ડુબાડી કરી હતી હત્યા
- સવા બે વર્ષના મહમદને કાકી ઘોઘા લઈ જઈને દરિયામાં ડૂબાડ્યો હતો
- જિલ્લાની કોર્ટે વીડિયો કોન્ફરન્સથી મહિલાને આજીવન કેદની સજા સંભળાવી
ભાવનગર: શહેરમાં અઢી વર્ષ પહેલાં કાકી કાતિલ બની ગઈ હતી. શહેરના શિશુવિહાર વિસ્તારમાં રહેતી મહિલાએ ઘર કંકાસમાં પોતાના જેઠના અઢી વર્ષના દીકરાનું અપહરણ કર્યું અને રિક્ષામાં બેસાડીને ઘોઘાના દરિયા કિનારે પહોંચી ગઈ હતી. દરિયામાં ડુબાડીને હત્યા કરતા ફરિયાદના આધારે કોર્ટે કાકીને સજા ફટકારી છે. જે સજા વીડિયો કોન્ફરન્સથી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: સોનગઢના માલવણ ગામે માતાની હત્યામાં કોર્ટે પુત્રને આજીવન કેદની સજા ફટકારી
સગી દેરાણી જેઠાણી વચ્ચે ઘરકંકાસમાં કાકીએ કરી હતી હત્યા
ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં મસ્જિદ પાસે રહેતા ઇબ્રાહિમ રજાકભાઈ કાથીવાલાનો પુત્ર મહમદ ગત તારીખ 19/9/2019 ના રોજ અપહરણ થયાની ઘટનાની ફરિયાદ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. સમગ્ર બનાવની વિગત એવી છે કે ઇબ્રાહિમભાઈના સગા ભાઈની પત્ની અને ફરિયાદી ઇબ્રાહિમભાઈની પત્ની વચ્ચે વારંવાર કામકાજ મામલે બોલાચાલી થતી હતી. બોલાચાલીના પગલે સગી દેરાણીએ પોતાની જેઠાણીના પુત્રને તેના કબ્જામાંથી લઈ રિક્ષામાં બેસીને ઘોઘા પીર દરગાહ ખાતે પોહચીને દરિયાના પાણીમાં ડુબાડીને હત્યા નિપજાવી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા મૃતક સ્વ બે વર્ષના મહમદની સગી કાકી રિઝવાના રિયાઝભાઈ કાથીવાલા સામે કોર્ટમાં કેસ ચાલી જતા સજા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો: આજે સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ 54 પોઈન્ટ ઉછળ્યો
કોર્ટે શું સજા ફટકારી સગી કાકીને ભત્રીજાની હત્યામાં
ભાવનગર જિલ્લાની ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટ (District Sessions Court) માં ઘટના બાદ આરોપી રિઝવાના ઝડપાઇ જતા કોર્ટમાં કેસ ચાલી જતા જજ આર.ટી.વચ્છાણીની કોર્ટમાં આરોપી મહિલા રિઝવાના કાથીવાલાને દલીલો, દસ્તાવેજોના આધારે આજીવન કેદની સજા (Life imprisonment) સંભળાવી છે અને દંડ ફટકાર્યો છે. કોર્ટમાં રિઝવાના હાજર નહિ રહેતા જજ દ્વારા વીડિયો કોન્ફરન્સ (Video conference) થી આરોપીને સજા સંભળાવામાં આવી હતી.
- આ ઉપરાંત ભાવનગર જિલ્લાના સોનગઢ પાસે આવેલા માલવણ ગામે ડિસેમ્બર 2020માં પુત્રએ માતાની ઢીકાપાટુંનો માર અને ખેતીના દંતાળના દાંતા પેટના ભાગે મારીને હત્યા નિપજાવી હતી. આરોપીના ભાભીએ પોલીસ ફરિયાદ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે પુત્રને આજીવન કેદની સજા ફટકારી હતી.