- ભાવનગરમાં વર્ષ 2013માં પોલીસે બે શખસની ચોરીના કેસમાં કરી હતી ધરપકડ
- બંને આરોપી પર આંગડિયા પેઢીના કર્મચારીની રૂ. 3.50 લાખ ભરેલી બેગ લૂંટવાનો હતો આરોપ
- પોલીસે આરોપીને નિર્દોષ છોડ્યો, પોલીસ પાસે કોઈ આધાર પૂરાવા નથી એટલે પોલીસની કામગીરી શંકાસ્પદઃ કોર્ટ
- 2013ના લૂંટના બનાવમાં આરોપી વિરુદ્ધ પૂરાવા ન હોવાથી કોર્ટ નિર્દોષ છોડ્યો: ડીએસપીને ટકોર
ભાવનગરઃ મળતી વિગત મુજબ ભાવનગરમાં આંગડિયા પેઢીના ડિલિવરિમેન 2017માં રામમંત્ર મંદિર પાસે ડાયમંડનગરના મારુતિ કોમ્પ્લેક્સમાં રોકડ રકમનો થેલો લઈને ઊભા હતા. તે દરમિયાન બે શખ્સ તેમનો થેલો ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. લૂંટમાં ઝડપેલા શખસને કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટે આધાર પૂરાવા ન હોવાથી આરોપીને નિર્દોષ છોડીને તપાસ કરનાર પોલીસ અધિકારી સામે શંકાની સોંય તાણી કોર્ટે ડીએસપીને પુનઃતપાસના આદેશ કર્યા છે.
નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આ અંગે નોંધાઈ હતી ફરિયાદ
બે વર્ષ પહેલાં બનેલી લૂંટની ઘટનામાં ભાવનગરના રામ મંત્ર મંદિર પાસે આવેલા ડાયમંડનગરના મારુતિ કોમ્પ્લેક્સના ભોંયતળિયે શૈલેષ આંગડિયા પેઢીના કર્મચારી નરેન્દ્રભાઈ નરસીભાઈ પટેલ 13 એપ્રિલ 2017ના રોજ બપોરે પહોંચ્યા હતા, ત્યારે પાછળથી આવેલા બે શખસે નરેન્દ્રભાઈને છરી મારી રોકડ રકમ રૂ. 3.50 લાખનો થેલો ઝૂંટવીને નાસી ગયા હતા. આ ઘટનાની પોલીસ ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
પોલીસે કોને ઝડપ્યો હતો?
પોલીસે લૂંટના બનાવમાં સુરેશ ઉર્ફે સુરો જીવાભાઈ રોલાણા (ઉં.વ. 22, રહે. રામમંત્ર મંદિર સામે, આઝાદનગર વાળો) અને એક સગીર બાઈક પર આવીને લૂંટ ચલાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આરોપીને 20 જાન્યુઆરી 2021 નિર્દોષ જાહેર કરાયો હતો. કોર્ટે કહ્યું, કોઈ પૂરાવા આધાર ન હોવાથી ગુનો સાબિત થતો નથી. કોર્ટે આરોપી સુરેશ ઉર્ફે સુરો જીવાભાઈ શેલાણાને શંકાનો લાભ આપી છોડી મુકવા આદેશ કર્યો હતો.
પોલીસે આધાર પૂરાવા વગર આરોપીની અટક કરી તે શંકાસ્પદ જણાઈ આવે છેઃ કોર્ટ
કોર્ટે ડીએસપીને હુકમની કોપી મોકલી જાણ કરી કોર્ટે નિર્દોષ આરોપીને જાહેર કરી શંકાના આધારે છોડ્યા બાદ પોલીસ તંત્ર સામે શંકાની સોય ઊભી કરી દીધી છે. કોર્ટે ડીએસપીનો મોકલેલી કોપીમાં જણાવ્યું હતું કે, આરોપીની સંડોવણી હોવાનો કોઈ પૂરાવો પોલીસના ચાર અધિકારી હોવા છતાં જાહેર કરી શક્યા નથી. આધાર પૂરાવા વગર કયા આધારે આરોપીની અટક કરી છે તે શંકાસ્પદ જણાઈ આવે છે. આરોપીઓ પ્રત્યે કેટલીક તપાસ દરમિયાન વિસંગતતા, ક્ષતિ, તૃટિ હોવા છતાં કોઈ પણ પોલીસ અધિકારીએ તેનો ખૂલાસો કર્યો નથી. આરોપીની રૂબરૂ ઓળખ પરેડ ફરિયાદી સામે કરાવેલી નથી. આથી, આરોપી સામે કરાયેલી સંપૂર્ણ કાર્યવાહી અધિકારીની શંકાસ્પદ જણાતી હોવાથી જિલ્લા પોલીસ વડાને ધ્યાને આવે તે તબક્કે લાવવી જરૂરી હોઈ તેથી જજમેન્ટની કોપી મોકલવાનો આદેશ કોર્ટે કર્યો છે.