ભાવનગરઃ ભાવનગરમાં એક કેસ આવ્યાં બાદ આંકડો આજે 112એ પહોંચી ગયો છે. કોરોના પોઝિટિવ કેસો ધરાવતાં વિસ્તારમાં 100 ઘરને સાંકળતો એક કન્ટેઇનમેન્ટ ઝોન મનપા બનાવે છે અને તે વિસ્તારને ચારે તરફથી સીલ કરવામાં આવે છે જેથી કોઈ બહાર નીકળી શકે નહીં. બીજી રીતે જોઇએ તો કાળાપાણીની સજા જરૂર કહી શકાય. ત્યારે કોરોનાની સૌથી વધુ ભીતિ ધરાવતાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 14 દિવસ સતત પોતાનો જીવ જોખમમાં મૂકીને પરિવારને વિસારીને પોતાની ફરજ નિભાવે છે કોરોના વોરિયર્સ મહિલાઓ.
ભાવનગરના 23 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જીવના જોખમે ફરજ નિભાવતી કોરોના વોરિયર્સ મહિલાઓ - કોરોના
કોરોના વાયરસના દર્દીઓ મામલે ગુજરાત હાઈરિસ્ક ઝોનમાં છે. રાજ્યમાં આ રોગના દર્દીઓની સંખ્યા 12,000થી ઉપર પહોંચી ગઈ છે. જે ક્ષેત્રોમાં કોરોનાના કેસો પ્રમાણમાં વધુ છે તેમાં ભાવનગરનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના 23 કન્ટેઇન્મેન્ટ ઝોન છે જેમાં 2782 ઘરોમાં 15,742 લોકોનો સમાવેશ થાય છે. આ સૌની સંભાળ રાખી રહેલી કોરોના વોરિયર્સ મહિલાઓ છે.
ભાવનગરના 23 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જીવના જોખમે ફરજ નિભાવતી કોરોના વોરિયર્સ મહિલાઓ