ભાવનગર: શહેરની પાણી સમસ્યા માટે રજવાડાના સમયમાં ગૌરીશંકર તળાવ એટલે બોરતળાવની (Bortalawa of Bhavnagar) સ્થાપના કરવામાં આવી હતી. આઝાદી બાદ આજે 21મી સદીમાં આ બોરતળાવ 2021માં પાણીથી છલોછલ ભરાયું છે અને પીવાનું પાણી પણ તેમાંથી વિતરણ કરવામાં આવે છે. અફસોસની વાત એ છે કે બોરતળાવ સીદસર ગામના છેવાડે આવેલું છે અને છેલ્લા ઘણા વર્ષોથી ગટરનું પાણી અને કચરો તેમાં ઠલવાય છે. વિપક્ષના વાર વચ્ચે તેમાં કોઈ સુધારો થયો નથી. શું છે સ્થિતિ જાણીએ.
બોરતળાવમાં હાલમાં ગંદકી અને ઘાસની સ્થિતિ તો મનપાનું કાર્ય શું ?
ભાવનગરનું બોરતળાવ શહેરની શાન છે. બોરતળાવમાં નવીનીકરણ થયું છે પરંતુ બોરતળાવ છલોછલ હોય ત્યારે ઘાસનું સામ્રાજ્ય જામી ગયું છે. મહાનગરપાલિકા એક વર્ષથી મહિને 50 હજાર ખર્ચ છે. એટલે મહાનગરપાલિકા પિત્તળને સોનુ બતાવવા સોનાનું વરખ ચડાવે છે. કારણ કે બોરતળાવના આગળના ભાગમાં ઘાસ કાઢવા માટે હાલ સુધીમાં 5 લાખ ખર્ચાયા છે. મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી દેવમુરારીએ જણાવ્યું હતું કે, ઘાસ કાઢવા માટે કામગીરી ચાલુ છે. છેલ્લા એક વર્ષથી અમે આ કામગીરી કરવી રહ્યા છીએ પણ તળાવનો કુલ વિસ્તાર 17 કિલોમીટરનો છે એટલે દરેક સ્થળે નજર રહી શકે છે. મહાનગરપાલિકાની કામગીરી શરૂ છે અને સાફસફાઈ થઈ જશે. લોકોને પીવાનું પાણી 22 MLD આપવામાં આવે છે.
બોરતળાવમાં કોણ ઠાલવે છે ગંદુ પાણી અને વિપક્ષનો પ્રહાર શું ?
બોરતળાવમાં પાણી ભીકડા કેનાલમાંથી આવે છે. આ કેનાલ સીદસર ગામમાં થઈને પસાર થાય છે અને સીદસર ગામના એક છેડે બોરતળાવ શરૂ થાય છે. તેટલા વિસ્તારમાં સીદસર ગામના લોકોનું ગંદુ પાણી ભીકડા કેનાલમાં અને એક તરફ બોરતળાવના કાંઠે ગંદુ ગટરનું પાણી બોરતળાવમાં ઠલવાય છે. છેલ્લા પાંચ વર્ષથી મહાનગરપાલિકામાં સીદસર ગામનો સમાવેશ કરાયો હોવા છતાં પાણી ગટરનું બોરતળાવમાં જાય છે. હાલ બોરતળાવનું પાણી ઘાસ વાળું અને લીલું થઈ ગયું છે. પૂર્વ વિપક્ષના નેતા અને બોરતળાવ વોર્ડના નગરસેવક જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષથી હું રજૂઆત કરું છું. સીદસરના ગટરના પાણીના કારણે આખું બોરતળાવ ગંદુ થઈ રહ્યું છે. શાસકો નથી સીદસરમાં ગટર વ્યવસ્થા ઉભી કરતા કે નથી બોરતળાવમાં ગંદા પાણીને ઠાલવતા રોકી શકતા. શાશકો શાસનમાં નિષ્ફળ નીવડ્યા છે અને ગંદુ પાણી કોરોનાકાળમાં લોકોને પીવું પડે છે.
આ પણ વાંચો: જાણો, સુરતમાં શા માટે ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી?