ભાવનગર: શહેરમાં પાલતુ પ્રાણી ઉપર અત્યાચારના બનાવનો કિસ્સો સામે આવ્યો (dog killed by trowing from third floor) છે. કાળિયાબીડ વિસ્તારમાં ત્રણ મહિનાના સ્વાનને ફેંકવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ છે. એનિમલ હેલ્પલાઇન ચલાવતા અને NGO ચલાવતી મહિલાએ (dog thrown from the third floor) અન્ય કોમ્પ્લેક્સની મહિલા સામે શંકાના આધારે ફરિયાદ નોંધાવી (Complaint registered against women for killing dog) છે.
આ પણ વાંચો: હવે આ રાજ્યમાં બન્યો નિર્ભયા ગેંગરેપ જેવો કિસ્સો
સ્વાનને ત્રીજા માળેથી ફેંકી દેવાયું: ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં 21 તારીખના સવારમાં આલેખ કોમ્પ્લેક્સમાં પાર્કિંગમાં એક સ્વાન મારેલી હાલતમાં સવારમાં મળી આવ્યું હતું. આ સ્વાંનને ત્રીજા માળેથી ફેકીને હત્યા કરી હોવાની ફરિયાદ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ (dog was killed by being thrown) છે. કાળિયાબીડ વિસ્તારના વિરાણી સર્કલ પાસે આવેલા આલેખ કોમ્પ્લેક્સમાં આ ઘટના ઘટી હોવાનું પોલીસ ફરિયાદ મારફત જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નકલી પોલીસના નામે તોડબાજીનો ખેલ, પાંચ આરોપી ઝડપાયા
ફરિયાદમાં આક્ષેપ અને કોણ જવાબદાર: ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા આલેખ કોમ્પ્લેક્સમાં એક સ્વાન કોઈએ ત્રીજા માળેથી ફેકીને હત્યા કરી હોવાની માહિતી લક્ષ્મી જાનીને મળી હતી કે જેઓ એક એનિમલ માટે NGO ચલાવે છે. લક્ષ્મી જાની પોતે આલેખ કોમ્પ્લેક્સ પોહચ્યા હતા, જ્યાં તેમને સ્વાન મૃત હાલતમાં મળી આવ્યું હતું. કોમ્પ્લેક્સમાં રહેતા સીરાજ ઉસ્માન કુરેશી અને કાજલ મકવાણા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, ત્રણ મહિનાનું ગલુડિયુ પાર્કિંગમાં રહેતું હતું જેની તેઓ સાળ સંભાળ રાખતા હતા.
પશુ પ્રત્યે ક્રૂરતા: કોમ્પ્લેક્સમાં રહેતા આશા લુંબા કે જેમને 20 તારીખના રોજ આ સ્વાનને ક્યાંક મૂકી આવવાની ધમકી આપી હતી, અને ત્યાર બાદ 21 તારીખના રોજ સવારમાં 6.30 કલાકે સ્વાન પડવાનો અવાજ આવ્યો હતો. પશુ પ્રત્યે ક્રૂરતા દાખવવાની ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધવાઈ છે.