ETV Bharat / city

ભાવનગરમાં 8 માર્ચનો મુખ્યપ્રધાનનો કાર્યક્રમ રદ: કોરોના વાયરસ કારણભૂત - કોરોના વાયરસ

ભાવનગરમાં મુખ્યપ્રધાનનો કાર્યક્રમ આગામી 8 માર્ચે યોજાવાનો હતો, પરંતુ ભાવનગરનો આ કાર્યક્રમ તંત્ર દ્વારા રદ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસને પગલે કાર્યક્રમ રદ થતા ડોમ સહિતની તૈયારીઓ ફરી આટોપી લેવામાં આવી છે.

ભાવનગરમાં 8 માર્ચનો મુખ્યપ્રધાનનો કાર્યક્રમ રદ : કોરોના વાયરસ કારણભૂત

author img

By

Published : Mar 6, 2020, 6:07 PM IST

ભાવનગરઃ ભાવનગર શહેરમાં મહિલા દિવસ નિમિત્તે મુખ્યપ્રધાન સીએમ રુપાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ કોરોના વાયરસને પગલે કાર્યક્રમની તૈયારીઓ બાદ રદ કરવામાં આવ્યો છે.

ભાવનગરમાં 8 માર્ચનો મુખ્યપ્રધાનનો કાર્યક્રમ રદ

ભાવનગરમાં મહિલા દિવસને પગલે શહેરના જવાહર મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવવાનો હતો. પરંતુ કોરોના વાયરસને પગલે રાજ્ય સરકારના આંતરિક સલાહકારના જણાવ્યા પ્રમાણે તંત્રને કાર્યક્રમ મોકૂફ રાખવાનો આદેશ કર્યો છે. તંત્રે ડોમ અને ખુરશીઓ સહિતની તૈયારીઓ કરી નાખ્યા બાદ કાર્યક્રમ રદ થતાં કોન્ટ્રાકટરને ભારે નુકશાન થયું છે. કાર્યક્રમમાં આશરે 25 હજાર લોકો એકત્રિત કરવાના હતાં. જો કે ભાવનગરમાં એક પણ કેસ નોંધાયો નથી અને સર ટી હોસ્પિટલમાં પણ ખાસ 50 બેડની સુવિધાઓ ઉભી કરાયેલી છે પણ સરકારે સાવચેતીના ભાગરૂપે કાર્યક્રમ રદ કર્યા હોવાનું કલેકટરે જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.