- ઠંડો પવન આવતાની સાથે રાહત અનુભવાય છે
- કેરીના પાકને નુક્સાન થવાની ભીતિ સેવાઇ રહી છે
- ભાવનગરમાં ગરમીનો પારો 40ને સ્પર્શી ગયો છે
ભાવનગર : શહેર અને જિલ્લામાં અચાનક સવાર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ગરમીમાંથી લોકોને રાહત મળી છે, કારણ કે ઠંડો પવન આવતાની સાથે રાહત અનુભવાય છે. જો કે સૌથી વધુ ચિંતા ખેડૂતોને થઈ છે. બાગાયત ખેતી એટલે કે કેરીના પાકને નુક્સાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
આ પણ વાંચોઃ વલસાડમાં કેરીનો પાક નિષ્ફળ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં, સરકાર પેકેજ જાહેર કરે એવી માગ
ભાવનગરમાં ગરમીનો પારો, બાદમાં વાતાવરણમાં પલટો
ભાવનગરમાં ગરમીનો પારો 40ને સ્પર્શી ગયો છે. ત્યારે અચાનક લાગતા તાપ અને બફારામાંથી લોકોને રાહત મળી છે. અચાનક સવાર બાદ બપોરના સમયે વાતાવરણ બદલાઈ ગયું હતું. વાતાવરણમાં જોઈએ તો વાદળછાયું બન્યું હતું. તાપ અને બફારો દૂર થઈને હવામાં ઠંડક જોવા મળી હતી.
આ પણ વાંચોઃ કેસર બનશે કડવી, કેરીના મોરમાં નુકસાન જતાં આ વર્ષે ભાવ આસમાને પહોંચવાની શક્યતા
બદલાયેલા વાતાવરણથી કેરીને નુકસાન, તો ખેડૂતને ચિંતા
ભાવનગર જિલ્લામાં બદલાયેલું વાતાવરણ ખાસ કરીને ખેડૂતો માટે ચિંતાના સમાચાર છે. કારણ કે જિલ્લામાં અલંગ પાસે સોસિયા, જસપરા જેવા ગામોમાં કેસર કેરીની બાગાયત ખેતી કરવામાં આવે છે. આ વર્ષે મોર આંબા પર બેસ્યા બાદ કેરીઓ આવતા ખરી જવાને કારણે પાક ઓછો ઉતરવાની શક્યતા છે. એવામાં માવઠા જેવું વાતાવરણ સર્જાતા ખેડૂતોને હવે ચિંતા જાગી છે કે, જો માવઠું થશે તો જે છે એ પાકમાં પણ ઘટાડો થશે.