ETV Bharat / city

માલેશ્રી નદીની એક કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહી છે સાફસફાઈ - સુજલામ સુફલામ યોજના

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની સીઝન પહેલા સુજલામ સુફલામ યોજના અંતર્ગત (Rainwater harvesting) વરસાદી પાણીનો સંગ્રહ કરવાની કવાયત શરુ થઈ ગઇ છે. જો ભારે વરસાદ પડે તો વધારાનું વરસાદી પાણી (Malesheei river) માલેશ્રી નદી મારફત બહાર કાઢી દૂર કરી શકાય તે માટે 10 કિમી અંતર સુધીમાં નદીની એક કરોડ રૂપિયાના ખર્ચે સાફ સફાઈ કરવામાં આવી રહી છે.

માલેશ્રી નદીની થઈ એક કરોડ રૂપિયાના ખર્ચે સાફસફાઈ

author img

By

Published : May 29, 2021, 8:03 PM IST

Updated : May 29, 2021, 8:23 PM IST

  • 1 કરોડના ખર્ચે સુજલામ સુફલામ યોજના અંતર્ગત માલેશ્રી નદીની સાફ સફાઈ
  • ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે અવરોધોને દૂર કરવાની કામગીરી શરુ
  • માલેશ્રી નદીમાં પાણી નિકાલના અવરોધોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી

    ભાવનગર : ચોમાસાની સીઝન પહેલા (Sujalam Sufalam Yojna) સુજલામ સુફલામ યોજના અંતર્ગત (Water storage) વરસાદી પાણીનો સંગ્રહ કરવાની કવાયત શરુ થઈ ગઇ છે. જળ સંગ્રહ માટે તેમજ વધારાના પાણી નિકાલ માટે નદીનાળા તેમજ પાણીના માર્ગમાં અડચણરૂપ અવરોધોને દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત ભાવનગર શહેરના બોરતળાવમાં તૌક્તે વાવાઝોડા દરમિયાન પડેલા ભારે વરસાદમાં ભરાઈ જતા માત્ર 4 ફૂટ જેટલી સપાટી બાકી રહી હતી. ચોમાસા દરમ્યાન ભારે વરસાદમાં પાણીના નિકાલ માટે અંદાજિત એક કરોડ રૂપિયાના ખર્ચે માલેશ્રી નદીમાં પાણી નિકાલના અવરોધોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
    વરસાદી પાણીના નિકાલ માટે આગોતરું આયોજન કરતી જિલ્લા પંચાયત

આ પણ વાંચોઃ Sankat Chaturthi 2021: આજે છે વિશેષ સંકટ ચોથ, જાણો મુહૂર્ત અને પૂજાવિધાન

ચોમાસાની સિઝન પહેલા તંત્ર દ્વારા આગોતરું આયોજન

ભાવનગર શહેરમાં પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે ભાવનગર રાજવી પરિવાર દ્વારા વર્ષો પહેલા શહેરની મધ્યમાં બોરતળાવ બનાવવામાં આવ્યું હતું.આ તળાવમાંથી શહેરીજનોને મહાનગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.દર વર્ષે ચોમાસાની સીઝન પહેલા સુજલામ સુફલામ યોજના અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ માટે નદી,નાળા,ચેકડેમો ઊંડા ઉતારવા તેમજ વરસાદી પાણીના સંગ્રહ ઉપરાંત વધારાના પાણીના નિકાલ માટે અવરોધો દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે.

માલેશ્રી નદીના 10 કિમી સુધી સાફસફાઈ કરવામાં આવી

વરસાદમાં વધારાના પાણી નિકાલ માટે વરતેજ પાસે નીકળતી માલેશ્રી નદીમાં પાણીના નિકાલ માટે નદીમાં અડચણરૂપ બાળવો,ઝાડી ડાળખાં તેમજ અન્ય અડચણો દૂર કરવાની કામગીરી સુજલામ સુફલામ યોજના અંતર્ગત એક કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહી છે.આ યોજના અંતર્ગત માલેશ્રી નદીના 10 કિલોમીટરના અંતર સુધી સાફસફાઈ કરવામાં આવી રહી છે.

શું કહી રહ્યાં છે કાર્યપાલક ઈજનેર

સુજલામ સુફલામ યોજના અંતર્ગત માલેશ્રી નદીમાં થતી કામગીરી બાબતે જિલ્લા પંચાયત કાર્યપાલક ઈજનેર ડી.આર.પટેલ દ્વારા જણાવાયું કે આ વર્ષે વાવાઝોડા દરમિયાન શહેરમાં આવેલા બોરતળાવમાં પાણીની સારી આવક થતા ભરાઈ જતા છલક સપાટીમાં માત્ર 4 ફૂટ બાકી રહી છે. ઉપરાંત આગામી ચોમાસાની સીઝન ચાલુ થવામાં છે તેવા સમયે જો ભારે વરસાદ પડે તો વધારાનું વરસાદી પાણી માલેશ્રી નદી મારફત બાહર કાઢી દૂર કરી શકાય તે માટે 10 કિમી અંતર સુધીમાં નદીની એક કરોડ રૂપિયાના ખર્ચે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભીકડા,ફરિયાદક,સોડવદરા, શેઢાવડર, વરતેજ,કરદેજ,અને કમલેજ ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી પણ મળશે જેથી ખેતીના પાકોને પણ સીધો લાભ થવા જઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ભૂમાફિયાઓ સામે જિલ્લા વહિવટી તંત્રની લાલ આંખ

Last Updated : May 29, 2021, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.