ETV Bharat / city

ભાવનગરના ધોરણ 12ના વિદ્યાર્થીઓએ પરીક્ષાને લઈ મત રજૂ કર્યા - Education Boards

ભાવનગર શહેરમાં પણ ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈ અસમંજસમાં છે. CBSE બોર્ડની કેન્દ્રએ પરીક્ષા રદ્દ કર્યા બાદ રાજ્યમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ અસમંજસમાં છે કે વિદ્યાર્થીઓ પરીક્ષા લેવી જોઈએ કે કેમ ? તેના વિશે ETV Bharat એ તેમનો મત જાણ્યો હતો અને વિદ્યાર્થીઓએ પોતાના જબરજસ્ત કારણો રજૂ કર્યા હતા.

Bhavnagar
Bhavnagar
author img

By

Published : Jun 2, 2021, 12:25 PM IST

Updated : Jun 2, 2021, 1:37 PM IST

  • ભાવનગરના ધોરણ 12ના વિદ્યાર્થીઓએ પરીક્ષાને લઈ મત રજૂ કર્યા
  • ધોરણ 12ના વિદ્યાર્થીઓના ETV Bharatએ જાણ્યા મત
  • CBSE બોર્ડની કેન્દ્રએ પરીક્ષા રદ્દ કર્યા બાદ રાજ્યમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ અસમંજસમાં

ભાવનગર: સમગ્ર દેશમાં કોરોનાને કારણે બનેલી વિકટ પરિસ્થિતિમાં શિક્ષણ જગત ખૂબ પ્રભાવિત થયું છે જો કે, વડાપ્રધાને 12 CBSEની પરીક્ષા રદ્દ કર્યા બાદ હવે રાજ્ય સરકાર 12માં ધોરણની પરીક્ષા યોજવાના પ્રયાસમાં છે પરંતુ આ વિશે ધોરણ 12ના વિદ્યાર્થીનો શું મત છે ETV Bharatએ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: આજે CBSE પરીક્ષા અંગે લેવાશે નિર્ણય

શું કહે છે ધોરણ 12ના વિદ્યાર્થીઓ ETV Bharatએ જાણ્યા મત

ભાવનગર શહેરમાં કોરોનાકાળમાં શાળાઓ બંધ છે અને નાના બાળકો પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે એવામાં સરકાર ધોરણ 12ની પરીક્ષા વર્ગખંડમાં 20 વિધાર્થીને બેસાડીને લેવાની વિચારણામાં છે ત્યારે ETV Bharatએ વિદ્યાર્થીના મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ માનસિક અને સામાજિક રીતે ઉભા થયેલા કોરોનાને પગલે સમસ્યાનું વિવરણ સમજાવીને વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ કેવી છે તેના વિશે કહ્યું હતું અને જો પરીક્ષા થાય તો ત્રીજી લહેર આવવાની શક્યતા વચ્ચે શાળાઓ શું બની શકે તે પણ જણાવ્યું હતું.

ભાવનગરના ધોરણ 12ના વિદ્યાર્થીઓએ પરીક્ષાને લઈ મત રજૂ કર્યા

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આજે ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓને લગતી બેઠકની અધ્યક્ષતા કરશે

અગાઉ તમામ રાજ્યોને પરીક્ષા યોજવાની શક્યતાઓ પર વિચાર કરવા કહેવામાં આવ્યું હતું

23 મેના રોજ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકે કહ્યું હતું કે, આજની બેઠક બાદ 12 બોર્ડની પરીક્ષા અંગે રાજ્યો પાસેથી વિગતવાર સૂચનો માંગવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પરીક્ષા યોજાશે કે રદ થશે તે અંગેનો અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. નિશાંકે કહ્યું હતું કે 1 જૂનના રોજ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારોને 25 મે સુધી વિગતવાર સૂચનો મોકલવા વિનંતી કરવામાં આવી છે.

Last Updated : Jun 2, 2021, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.