- ભાવનગરના ટેમ્પા ચાલકનો પુત્ર ચેતન સાકરીયા IPLની રાજસ્થાન રોયલ્સ ટીમનો ખેલાડી બન્યો
- 1.20 કરોડમાં ચેતન સાકરીયાની ખરીદી
- 2020માં RCB સાથે કરાર થયા હતા
ભાવનગર: વરતેજ ગામના રહેવાસી કાનજીભાઇનો પુત્ર ચેતન સાકરીયા 12 વર્ષથી ક્રિકેટનો શોખીન અને પાકિસ્તાન બોલરની કળા જોઈને ફાસ્ટ બોલર બનેલો ચેતન સાકરીયા રાજસ્થાન રોયલ્સ ટીમને પસંદ આવતા તેની ખરીદી રૂપિયા 1.20 કરોડમાં કરવામાં આવી હતી. ચેતનના પિતા એક સામાન્ય ટેમ્પો ચલાવીને જીવન ગુજારે છે.
પિતા ટેમ્પો ચલાવીને જીવન ગુજારે છે
ભાવનગરના વરતેજ ગામના સાધારણ ઘરનો પુત્ર ક્રિકેટર બન્યો અને આજે IPL માં રાજસ્થાન રોયલ્સએ તેણે રૂપિયા 1.20 કરોડમાં ખરીદ્યો છે સાથે શેલ્ડન જેક્શન ભાવનગરનો છે તેની ખરીદી KKR એ કરી છે. જોકે, ચેતન સાકરીયા રાજસ્થાન રોયલ્સમાં ગયો છે તેથી તેનો પરિવાર ખૂબ આનંદિત છે. કારણ કે તેના પિતા ટેમ્પો ચલાવીને જીવન ગુજારે છે.
ભાવનગરના મધ્યમ ઘરના ચેતન સાકરીયાને ક્રિકેટમાં રોકેટ ગતિ
ભાવનગરના મૂળ વરતેજના રહેવાસી અને કાનજીભાઇના પુત્ર ચેતન સાકરિયાને 12 વર્ષની ઉંમરથી ક્રિકેટમાં રસ હતો. માર ખાઈને પણ ક્રિકેટ રમવા જતા ચેતનનું વચ્ચે ક્રિકેટ છૂટી જતા તેના મામા તેના માટે ભગવાન બન્યા અને પાર્ટ ટાઈમ કામ આપીને ક્રિકેટમાં પણ આગળ વધાર્યો. ચેતનના પિતા એક ટેમ્પો ચાલક છે. સામાન્ય ઘરમાંથી આવતા ચેતનને ભાવનગરની ભાવસિંહજી ક્રિકેટ કલબ દ્વારા ફી પણ માફ કરી દેવામાં આવી હતી.
ચેતન સાકરીયાની ક્રિકેટ યાત્રા અને રાજસ્થાન રોયલ્સમાં પસંદગી
ચેતન સાકરીયાએ ભારત-પાકિસ્તાન મેચમાં જુનેદ ખાનની બોલિંગ જોઈને ભારતના ક્રિકેટરોને આઉટ કર્યા ત્યાથી પ્રભાવિત થયો હતો. MRF ટ્રેનીંગમાં ગ્લેન મેકગ્રા ઓએસે સવિંગ અને પેસ સ્પીડમાં નાખવાની ટ્રેનિંગ લીધી હતી. 2020માં RCB સાથે કરાર થયા હતા, જેમાં નેટ બોલર તરીકે રહ્યો હતો અને અઢી મહિના દુબઈમાં રહીને ઘણું શીખ્યો હતો. હાલમાં રાજસ્થાન રોયલ્સે તેની ખરીદી કરતા ચેતનને તેની મહેનતનું ફળ મળી ગયું હોવાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં પણ સારું પ્રદર્શન કરી આગળ વધવાની ઈચ્છા દર્શાવે છે. જોકે, ચેતન સાયન્સનો વિદ્યાર્થી રહ્યો છે.