- અથાણું સાચવવા માટે સીરામીક બરણી છે ઉત્તમ
- પ્લાસ્ટિક અને સ્ટીલની બરણીઓ આવતા કાચની બરણીઓ લુપ્ત થઈ
- બજારમાં 100, 300 અને 600ની કિંમતની સીરામીક બરણી વેચાઈ રહી છે
ભાવનગરઃ ઉનાળામાં ગૃહિણીઓ અથાણું બનાવે છે. આમ તો અથાણું રાખવા પહેલાના સમયમાં કાચની ખાસ બરણીઓ આવતી હતી, પણ પ્લાસ્ટિક અને સ્ટીલની બરણીઓ આવતા કાચની બરણીઓ લુપ્ત થઈ રહી છે.
સીરામીક બરણીઓ મોટાભાગે રાજકોટ અને મોરબીમાં બને છે
ભાવનગર નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકો ભોજનની સાથે અથાણું ખાતા હોય છે. કેરીની સિઝનનો ઉનાળામાં પ્રારંભમાં થાય છે, ત્યારે તેની સાથે ગૃહણીઓ અથાણું પણ બનાવતી હોય છે. ત્યારે અથાણુ રાખવા માટેની ખાસ ચીઝ એટલે બરણી, જેમાં આખું વર્ષ અથાણું રાખવાનું હોઈ છે. પરંતું જો તેની જાણકારી ના હોઈ તો અથાણું આખું વર્ષ સારું નથી રહેતું અને અડધા વર્ષે અથાણું બગડી જવાના બનાવ પણ બનતા હોય છે. ત્યારે ભાવનગરમાં અથાણા માટેની ખાસ બરણી વહેચવા માટે ફેરિયાઓ એકલ ડોકલ જોવા મળ્યાં છે, ત્યારે ભાવનગરમા બરણી વેચવા આવેલા વાલજીએ કહ્યું કે, આ બરણીઓ સુરેન્દ્રનગરના થાન અને રાજકોટના મોરબીમાં બને છે. ખાસ કાચની બરણી અથાણા માટે ઉત્તમ માનવામાં આવે છે. 100, 300 અને 600ની કિંમતની બરણીઓ જાહેર રસ્તા પર વેચાઈ રહી છે.
આ પણ વાંચોઃ દાદરા નગર હવેલીમાં વાંસનું અથાણું તેમજ બાંબૂ પ્રોડક્ટ પ્રવાસીઓમાં છે અતિ પ્રિય
તેલના ભાવમાં ઘટાડો કરવાની માગ
કોરોના મહામારીના કારણે ગત માર્ચમાં લાગેલા લોકડાઉનથી ધંધા રોજગાર ચોપત થયા હતા અને ગૃહિણીઓ અથાણા વિહોણું વર્ષ વિતાવવા મજબૂર બની હતી. જોકે, અથાણા વેચતા અને સ્પેશિયાલિસ્ટના મતે ચાલુ વર્ષે 80 ટકા મહિલાઓ અથાણું જરૂર ઘરે બનાવશે. તેલના ભાવમાં ઘટાડો કરવાની માગ સ્પેશિયાલિસ્ટ કરી રહ્યા છે. અથાણું ભોજનના સ્વાદમાં ચટકો આપવાનું કામ કરે છે, માટે ગૃહિણીઓ વર્ષનું અથાણું બનાવી લેતી હોય છે, પરંતુ અથાણું બનાવ્યાં પછી તેને વર્ષ દરમિયાન સારું રાખવા માટે કાચની થાનની કે મોરબીની બરણીઓ ખરીદીને તેમાં અથાણું રાખવાની સલાહ અથાણાના સ્પેશિયાલિસ્ટ આપી રહ્યા છે. પ્લાસ્ટિક કે સ્ટીલની બરણીમાં અથાણું બગડી જવાની પુરી શક્યતા છે.
અથાણાના પ્રકાર કેટલા
- કેરીનું તીખુ અથાણું
- ગોળકેરીનું અથાણું
- રજવાડી ગોળકેરી અથાણું
- ગુંદાનું અથાણું
- મિક્ષ અથાણું
- ગળ્યું મિક્ષ અથાણું
- તીખો મુરબ્બો
- ગળ્યો મુરબ્બો
- ગાજરનું અથાણું
- ખજૂરનું અથાણું
- તીખા લાલ મરચાંનું અથાણું
- ગળ્યા લાલ મરચાંનું અથાણું
- ગળ્યા લીંબુનું અથાણું
- તીખા લીંબુનું અથાણું
- ચણામેથીનું અથાણું
- ખાટું કેરીનું અથાણું
- તીખી કટકી કેરીનું અથાણું
- ડ્રાયફ્રુટ મિક્ષ અથાણું
- તીખા આમળાનું અથાણું
- ગળ્યા આમળાનું અથાણું
- આદુનું અથાણું
- હળદરનું અથાણું
- રાજસ્થાની લાલ મરચાંનું અથાણું
- લસણનું અથાણું
- ટામેટા સોસનું અથાણું
- મિક્ષ ફ્રૂટ જામ
- કેરડાનું અથાણું
- રાયતા મરચાનું અથાણું
- બીજારોનો મુરબ્બો
- બીલ્લાનો મુરબ્બો
- લીલા મરીનું અથાણું
આ તમામ અથાળા મોટા ભાગે સૌરાષ્ટ્રમાં બને છે. જેમાં મોટા ભાગે દરેક ઘરમાં કાચી કેરીનું ખાટું અને ગળ્યું અથાણું ખાસ બને છે. સાથે કેરીનો ગળ્યો મુરબ્બો ખાસ બને છે. અથાણાના વેપારી અને સ્પેશિયાલિસ્ટ નિગમ શાહે જણાવ્યું કે, અથાણાને વર્ષ સુધી સાચવવા માટે ગૃહિણીઓએ કાચની જૂની પેઢીની બરણીઓ ખાસ ખરીદીને તેમાં અથાણું ભરવું જોઈએ, જેથી અથાણું બગડે નહીં.