ભાવનગર: ભાવનગરના ઘાંઘળી ગામ નજીક વલભીપુર રોડ પર આવેલી અરિહંત એલોઇઝ રોલિંગ મિલમાં (Blast at Bhavnagar factory) મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા આસપાસ રહેલા આશરે 15 જેટલા મજૂરોને નાની મોટી ઇજા થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે પોલીસ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ હોસ્પિટલે 9 લોકોને ખસેડવામાં આવ્યા હતા.પરંતુ ધડાકાનું કારણ શું જાણો.
આ પણ વાંચો: અંકલેશ્વરની GIDCમાં ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતા 2 કામદારો મોતને ભેટ્યા
શું બન્યો બનાવ અને કેટલાને થઇ ઇજા
ભાવનગર વલભીપુર રોડ પર ઘાંઘળી પાસે આવેલી અરિહંત એલોઇઝ રોલિંગ મિલમાં બ્લાસ્ટ થવાની ઘટના ઘટી હતી. બ્લાસ્ટ થતા ભઠ્ઠીની આસપાસ રહેલા મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સિહોર અને ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે કોઈની જાનહાનિનો બનાવ બનવા પામ્યો નથી.
આ પણ વાંચો: Naxal Attack On Railway Track : ઝારખંડમાં રેલવે ટ્રેક પર માઓવાદીઓએ કર્યો બ્લાસ્ટ, અનેક ટ્રેનોને થઇ અસર
બ્લાસ્ટનું કારણ અકબંધ
અરિહંત એલોઇઝ રોલિંગ મિલમાં થયેલા બ્લાસ્ટ પગલે જોઈએ તો ભઠ્ઠીમાં રોલિંગ મિલોમાં લોખંડનો સ્ક્રેપ નાખવામાં આવે છે અને તેમાંથી સળિયા બનાવવામાંલ આવે છે. સ્ક્રેપ મોટા ભાગે અલંગનો આવતો હોય છે, ત્યારે સ્ક્રેપમાં શું કોઈ બ્લાસ્ટ થાય તેવી ચીઝ આવી ગઈ ? કે પછી અન્ય કારણ શું ? જો કે સિહોર પોલીસ સ્ટેશનના ASI જે પી ગૌસ્વામી બીજા દિવસે સવારમાં બનાવ પગલે સ્થળ પર જઇ વિગતો મેળવી હતી. ASI જે પી ગૌસ્વામીએ ટેલિફોન વાતમાં જણાવ્યું હતું કે, હાલ તેઓ બનાવને લઈ જાણકારી મેળવી રહ્યા છે. સામાન્ય નાની ઇજા 9 જેટલા લોકોને થઈ છે. સ્ક્રેપમાં કોઈ એવી ચીઝ આવી જતા બ્લાસ્ટ થયો હતો. જાણવા જોગ હાલ પોલીસે માહિતી લીધી છે.