- રાજકીય ક્ષેત્રે ચૂંટણી પગલે ભાવનગરમાં ભાજપ-કોંગ્રેસે સજાવી તલવારો
- કોંગ્રેસની મુદ્દાની તલવારો તૈયાર તો ભાજપની મુદ્દાની તલવાર સજાવવાની બાકી
- કોંગ્રેસ કોરોનામાં સરકારની નિષ્ફળતા, મોંઘવારી અને હવે કૃષિ કાયદામાં પીછેહઠના મુદ્દા ઉઠાવશે
- ભાજપ વિકાસનો મુદ્દો અને વેકસીન ડોઝ અભિયાન ચલાવશે
ભાવનગર: દેશ અને રાજ્યોમાં ચૂંટણી (election in bhavnagar) આવતા જ શબ્દોની મૌસમ આવી જાય છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ચૂંટણી (Gujarat Assembly Election) વહેલા આવવાની શક્યતાઓ છે, તેવામાં જિલ્લા કક્ષાએ ભાજપ-કોંગ્રેસે (Bjp Vs Congress) યેનકેન પ્રકારે પ્રચાર શરૂ કરી દીધા છે. કોંગ્રેસ પાસે મુદ્દાઓની છડી છે, તો ભાજપ પણ બે ચાર મુદ્દાઓને લઈને હાલની વિકટ પરિસ્થિતિમાં પ્રચારનો તખ્તો ઘડી રહી છે.
કોંગ્રેસે ચૂંટણી પ્રચારનો આડકતરો પ્રારંભ કર્યો, શુ સજાવી મુદ્દાની તલવાર?
રાજકીય ક્ષેત્રે તળિયે પોહચેલી કોંગ્રેસને વડાપ્રધાનના કૃષિ કાયદામાં પરત લેવાયેલા નિર્ણયની અસર કોંગ્રેસ પર પણ જોવા મળી છે. આગામી દિવસોમાં ચૂંટણી છે અને ચૂંટણી વેહલા યોજાવાના એંધાણ છે, એવામાં કોંગ્રેસે રણનીતિ નક્કી કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘણીએ જણાવ્યું હતું કે પ્રદેશ સમિતિના આદેશથી શહેરમાં વોર્ડ સમિતિ બની ગઈ છે અને વોર્ડમાં બુથ સમિતિ (Booth Committees of Congress) તૈયાર છે. કોંગ્રેસે જનજાગરણ અભિયાન હેઠળ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સહાય નહિ મળી હોવાની બાબતથી સરકારની અણઘડ વહીવટ ખુલ્લો પાડી રહી છે.
ભાજપને મુદ્દાઓ માટે એક મુદ્દો વિકાસનો અને નવો મુદ્દો કયો?
ભાવનગર શહેરમાં આવતી વિધાનસભાની બે બેઠકોમાં ભાજપનો વર્ષોથી દબદબો છે. ભાજપે હાલમાં જ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વધુ બેઠકો મેળવી છે. કોરોનાકાળ અને મોંઘવારીની પરિસ્થિતિમાં ભાજપ માટે આગામી દિવસોમાં પ્રચારના મુદ્દામાં શું? ભાજપના શહેર પ્રમુખ રાજીવ પંડ્યાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અને પ્રદેશ કારોબારી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં મહાનગરોની કારોબારી મળવા જઇ રહી છે. આગામી ડિસેમ્બરમાં પેજ કમિટીઓ બાદ તારીખ 1થી 15 સુધી હર ઘર દસ્તક અભિયાન હેઠળ વેકસીનના બાકી ડોઝ વિશે જાગૃત કરશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલના માર્ગદર્શન નીચે વિકાસના મુદ્દાઓ હેઠળ પ્રચાર કરવામાં આવશે.
ચૂંટણી પગલે જમીન પર સ્થિતિનું વિશ્લેષણ શું?
ભાવનગરમાં મહાનગરપાલિકામાં જીત મેળવીને આનંદમાં રહેલા ભાજપને હાલની સ્થિતિમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવો, મોંઘવારીના પ્રજાના સવાલમાં કોઈ જવાબ ભાજપ પાસે નથી આથી ભાજપ લોકોને સ્વાસ્થ્યની યાદ અપાવી વેકસીન ડોઝ માટે પ્રચાર કરશે અને મોંઘવારી મુદ્દો એક તરફ કરશે ત્યારે કોંગ્રેસ મેદાનમાં ઉતરીને ભાજપના વેકસીનનો છેદ ઉડાડવા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના મૃત્યુ શા માટે થયા તેમ કહી સરકારની નિષ્ફળતા ગણાવી રહી છે. કોંગ્રેસ પાસે મુદ્દાઓની છડી આવી ગઈ હોય તેમ પ્રચારમાં લાગી ગઈ છે, છતાં ભાવનગરની આગામી વિધાનસભામાં કોંગ્રેસ પાસે એક બેઠક હતી, ત્યારે આ આગામી ચૂંટણીમાં શુ થશે તેના પર સૌની નજર મંડાયેલી રહેશે.
આ પણ વાંચો: 2022માં ગુજરાતમાં કૉંગ્રસની સરકાર બનશેઃ કૉંગ્રસના પ્રભારી રઘુ શર્મા