ETV Bharat / city

BMC ચૂંટણી માટે ભાજપે શરૂ કર્યું ફોર્મ વિતરણ, પહેલા જ દિવસે 400 ફોર્મ વેચાયા

author img

By

Published : Jan 22, 2021, 9:52 AM IST

ભાવનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપે ત્રણ દિવસ ચૂંટણી માટેના ફોર્મ લેવા માટે અને ભરી આપવા માટે આપ્યા છે. ત્યારે ભાજપમાં પ્રથમ દિવસે 400 ફોર્મ ઉપડ્યા છે અને કોંગ્રેસમાં પણ ફોર્મ ઉપડ્યા છે. એવામાં જોવાનું એ રહેશે કે, રાજકીય માહોલ સર્જાતા કેટલા લોકો મેદાનમાં ઉતરવા માગે છે.

BMC ચૂંટણી માટે ભાજપે શરૂ કર્યું ફોર્મ વિતરણ, પહેલા જ દિવસે 400 ફોર્મ વેચાયા
BMC ચૂંટણી માટે ભાજપે શરૂ કર્યું ફોર્મ વિતરણ, પહેલા જ દિવસે 400 ફોર્મ વેચાયા

  • ભાવનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી અંગ ભાજપ અને કોંગ્રેસ મેદાને
  • ભાજપ અને કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ફોર્મ વિતરણ શરૂ કર્યા
  • ભાજપમાં પહેલા જ દિવસે 400 ફોર્મ વેચાયા, ફોર્મ વધે તેવી શક્યતા
  • ભાવનગર મહા નગરપાલિકાની 52 બેઠક પર આગામી સમયમાં યોજાશે ચૂંટણી

ભાવનગરઃ શહેરમાં ભાજપ કોંગ્રેસમાં ચૂંટણી લડવા માગતા લોકોના ફોર્મ લેવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ અને હવે ભાજપે ત્રણ દિવસ માટે ફોર્મ ઉપાડવા માટે ત્રણ દિવસ ફાળવ્યા છે.

ભાજપમાં ચૂંટણી લડવા માટે ફોર્મ વિતરણ શરૂ

ભાવનગર મહા નગરપાલિકાની આગામી દિવસોમાં આવી રહેલી ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ બાદ હવે ભાજપે ફોર્મ વિતરણ શરૂ કર્યું છે. ભાજપે ત્રણ દિવસ માટે ફોર્મ લેવા માટે સમય ફાળવ્યો છે ત્યારબાદ દરેકના બાયોડેટા પ્રદેશ કક્ષા સુધી મોકલવામાં આવશે.

ભાજપમાં પ્રથમ દિવસે કેટલા ફોર્મ ઉપડ્યા

ભાવનગરની મહાનગરપાલિકાની 52 બેઠક પર ચૂંટણી છે ત્યારે ફોર્મ ઉપડવાની શરૂઆત પ્રથમ દિવસે સૌથી વધુ જોવા મળી છે. ભાજપમાં લાંબી કતારો જોવા મળે છે. 400 જેટલા ફોર્મ એક દિવસમાં ઉપડ્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં કેટલા ફોર્મ ઉપડે તેના પર સૌની નજર મંડાયેલી છે.

ભાજપ કોંગ્રેસમાં ફોર્મ વિતરણ અને રાજકીય ગરમાવો

ભાજપ કોંગ્રેસમાં ફોર્મ વિતરણ શરૂ થયું છે ત્યારે સંગઠનને લાગતી કેટલીક સમસ્યાઓ પણ સૂત્રો મુજબ સાંભળવા મળી રહી છે. ક્યાંક કાર્યકર તો ક્યાંક આગેવાન પોતાની હૈયા વરાળ પણ કાઢતા જોવા મળ્યા છે એટલે ચૂંટણી જાહેર થયા પહેલા ભાજપ અને કોંગ્રેસમાં ફોર્મ વિતરણ સાથે નાની ખટપટ પણ જોવા મળી રહી છે ત્યારે એમ કહેવું ખોટું નથી કે હવે ચૂંટણીને ગણતરીના દિવસો જાહેર થવામાં બાકી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.