ETV Bharat / city

ભાજપ હાર ભાળી ગયું હોવાથી સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવે છે: શક્તિસિંહ ગોહિલ - ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલ

ભાવનગર શહેરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સ્થાનિક બાહુબલી કહેવાતા શક્તિસિંહ ગોહિલ ભાવનગર આવતા તેમના સન્માન હેતુ રેલી યોજવામાં આવી હતી. શક્તિસિંહે ભાજપ પર આકરા પ્રહારો કરી કહ્યું હતું કે, તેઓ હાર ભાળી ગયા છે એટલે સામ દામ અને દંડની નીતિ અપનાવાઈ રહી છે અને અહંકાર સારા સારાનો તૂટ્યો છે.

શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ ગોહિલ
author img

By

Published : Feb 18, 2021, 4:42 PM IST

  • ભાવનગરમાં 21 ફેબ્રુઆરીનાં રોજ યોજાશે મહાનગર પાલિકાની ચૂંટણી
  • ભાવનગર કોંગ્રેસ દ્વારા શક્તિસિંહ ગોહિલનું ભવ્ય સ્વાગત કરાયું
  • શક્તિસિંહ ગોહિલે ભાજપ અને ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો

ભાવનગર: શહેરમાં શક્તિસિંહ ગોહિલનું ભવ્ય સ્વાગત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. મસ્તરામ બાપાના દર્શન કરીને શહેરમાં રેલી યોજવામાં આવી હતી. શક્તિસિંહે ભાજપ હાર ભાળી જતા ગુંડાગીરી અને બિનહરીફ કરાવવા ધાકધમકીઓ આપવાની શરૂઆત કરી છે. રાજ્યસભા મામલે તેમણે ભાજપની બહુમતી હોઈ અને મેન્ડેટ ઓન અલગ હોઈ તો તેઓ નક્કી કરશે તેમ જણાવ્યું હતું.

ભાવનગર મસ્તરામ બાપાના મંદિરે શક્તિસિંહ ગોહિલનું સ્વાગત

ભાવનગર શહેરમાં શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ હતા, ત્યારે લાંબા સમય બાદ ભાવનગર પોતાના વતન આવતા કોંગ્રેસે ભવ્ય સ્વાગતનું આયોજન કર્યુ હતું. શક્તિસિંહ ગોહિલ પ્રથમ મસ્તરામ બાપાના દર્શન કરીને રેલીમાં જોડાયા હતા. મસ્તરામ બાપાના મંદિરથી શહેરની વચ્ચેથી પસાર થઈને શિવશકતિ હોલ સુધી પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોમાં જોશ ભરાયો હતો અને વાતાવરણ કોંગ્રેસમય બની ગયું હતું.

ભાજપ હાર ભાળી ગયું હોવાથી સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવે છે: શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ ગોહિલનો ભાજપ પર પ્રહાર, રાજ્યસભાના સાંસદ ચૂંટણી મુદ્દે બોલ્યા ભાવનગર આવેલા શક્તિસિંહ ગોહિલે પાલીતાણામાં મેન્ડેટ ફાડવા બાબતે ચૂંટણી પંચ અને ભાજપ સામે પ્રહાર કર્યા હતા. ભાજપને અહંકાર છે કે તેઓ છે તો પ્રજાતંત્ર છે. એટલું જ નહીં બિનહરીફ માટે પણ ધાકધમકીઓ આપવામાં આવે છે. લોકશાહી છે પ્રજાને નિર્ણય કરવા દેવો જોઈએ. તેમજ સામ, દામ અને દંડની નીતિ અપનાવે છે. જે યોગ્ય નથી. જિલ્લાની ચૂંટણીઓ પગલે તેમણે ખેડૂતના ત્રણ કાયદા ખેડૂત સહિત મધ્યમ અને ગરીબ વર્ગને નુક્સાન કરતા હોવાનું જણાવ્યું છે અને પ્રહાર કર્યા છે જ્યારે રાજ્યસભાના સાંસદની ચૂંટણી પગલે શક્તિસિંહએ તેમની બહુમતી છે તેઓ નિર્ણય કરી શકે કહીને વાતને પૂર્ણ વિરામ આપ્યો હતો. શક્તિસિંહ સાથે પરેશ ધાનાણી અને પ્રભારી ગીતા પટેલ હાજર ભાવનગર શક્તિસિંહ ગોહિલને સન્માન રેલીમાં વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગીતાબેન પટેલે પણ હાજરી આપી હતી. કોરોનામાં ઉભી થયેલી ભીડને પગલે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા ગીતાબેન પટેલે ભાજપ પણ નિયમોનું પાલન નથી કરતું, તો અમે ક્યાંથી કરીએ? તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.