- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
- ભાજપે પોતાના ઉમેદવાર કર્યા જાહેર
- 45 ટકા મહિલાને આપી ટિકિટ
ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે ભાજપ દ્વારા નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપ ફરી 'નો રિપીટ' થિયરીને અજમાવી છે. જે અંતર્ગત ગત ટર્મના 34 જીતેલા ઉમેદવાર પૈકી 21નું પત્તું કાપવામાં આવ્યું છે. આ કપાયેલા પત્તામાં 7 જેટલા મોટા ચેહરાઓ પણ સામેલ છે.
ભાજપે ક્યાંક કાપ્યા તો ક્યાંક રિપીટ
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 'નો રિપીટ' થિયરી અપનાવીને 34 પૈકી 21 ચેહરાઓની બાદબાકી કરી છે. પક્ષના નિયમ પ્રમાણે 60 વર્ષ ઉપર અને ત્રણ ટર્મ જીતનારને કાપવામાં આવ્યા છે. ભાજપ શહેર પ્રમુખે પત્રકારો સાથે કરેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કાપવામાં આવેલા 21 ઉમેદવારમાં 7 જેટલા મોટા ચહેરા છે, જ્યારે 12 ચેહરાને રિપીટ કરવામાં આવ્યા છે. આમ કુલ 13 થાય છે, પરંતુ એક નગરસેવકનું દુઃખદ અવસાન વર્ષ દરમિયાન થયેલું છે.
રિપીટ થયેલા ઉમેદવાર વોર્ડ પ્રમાણે
- ચિત્રા ફુલસર વોર્ડ -1: કીર્તિ દાણીધરીયા
- પીરછલ્લા વોર્ડ -6: યોગીતા ત્રિવેદી, કૃણાલ શાહ
- વડવા અ વોર્ડ -8: ભારતી બારૈયા, રાજુ રાબડીયા, રાજેશ પંડ્યા
- બોરતળાવ વોર્ડ -9: અશોક બારૈયા (પૂર્વ ડેપ્યુટી મેયર)
- કાળિયાબીડ વોર્ડ - 10: ધીરુ ધામેલીયા, પરેશ પંડ્યા, શારદા મકવાણા
- દક્ષિણ સરદારનગર વોર્ડ -11: કિશોર ગુરુમુખાણી
- ઉત્તર સરદારનગર વોર્ડ -12: યુવરાજસિંહ ગોહિલ (પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન)
કપાયેલા મોટા ચહેરાઓ
- મનહર મોરી (પૂર્વ મેયર) -પીરછલ્લા વોર્ડ 6 - ત્રણ ટર્મ
- સુરેશ ધાંધલીયા - તખતેશ્વર વોર્ડ 7 - ત્રણ ટર્મ
- જલવિકા ગોંડલીયા - તખતેશ્વર વોર્ડ 7 - ત્રણ ટર્મ
- કલ્પેશ વોરા - તખતેશ્વર વોર્ડ 7
- અભયસિંહ ચૌહાણ - ઘોઘાસર્કલ વોર્ડ 13- ત્રણ ટર્મ
- નિમુ બાંભણીયા - ઘોઘાસર્કલ વોર્ડ 13 - ત્રણ ટર્મ
- હિતેશ સોલંકી - ઘોઘાઅર્કલ વોર્ડ 13
- યોગીતા પંડ્યા - ઘોઘાસર્કલ વોર્ડ- 13 - ત્રણ ટર્મ
- ડી.ડી.ગોહેલ - ઉત્તરસરદારનગર વોર્ડ -12- ત્રણ ટર્મ
- દિવ્યા વ્યાસ - દક્ષિણ સરદારનગર વોર્ડ -11- ત્રણ ટર્મ
- કલ્પેશ શાહ - પીરછલ્લા વોર્ડ -7- ત્રણ ટર્મ
- કાંતા મકવાણા - વોર્ડ -3- ત્રણ ટર્મ
- લીલા ખીજડિયા - વડવા અ વોર્ડ -8- ત્રણ ટર્મ
- આશાબેન બદાણી
આમ ચાલુ ટર્મે મરણ જનારા કુલ 21 ચહેરાઓ કપાયા છે. જેમાં એકનું મૃત્યુ થયું છે. એટલે કે, 12 ચેહરાઓનો ટિકિટ આપવામાં આવી નથી.
મહિલાઓને તક
ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપે 40 નવા ઉમેદવારોને તક આપી છે, ત્યારે કુલ 52 ઉમેદવાર પૈકી 23 મહિલાઓને તક આપવામાં આવી છે. એટલે કે, નિયમ પ્રમાણે 50 ટકા મહિલાને ટિકિટ આપવામાં આવી છે.