ETV Bharat / city

ભીખાભાઈ જાજડિયાએ કોગ્રેસનો હાથ છોડી NCPની ઘડિયાલ પહેરી - bhavnagar news

ભીખાભાઇ જાજડિયા કોગ્રેસનો હાથ છોડી NCPમાં જોડાયા ગયા છે. ભાવનગર શહેરમાં શંકરસિંહ વાઘેલાના હસ્તે ભીખાભાઇ જાજડિયાએ NCPનો ખેસ પહેર્યો હતો.

bhikhabhai jajdiya left congress
કોંગ્રેસના ભીખાભાઈ જાજડિયને શંકરસિંહ વાઘેલાએ NCPનો ખેસ પહેરાવ્યો
author img

By

Published : Jan 25, 2020, 1:32 PM IST

ભાવનગરઃ શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ખેસ પહેરી ભીખાભાઇ જાજડિયા કોંગ્રેસને બાય બાય કરી NCPમાં જોડાયા છે. સીદસર ખાતે મળેલી બેઠકમાં ભીખભાઈ વિધીવત રીતે NCPમાં જોડાયા હતા.

કોંગ્રેસના ભીખાભાઈ જાજડિયને શંકરસિંહ વાઘેલાએ NCPનો ખેસ પહેરાવ્યો

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સીદસર ગામના રહેવાસી અને પાટીદાર સમાજના ભીખાભાઇ જાજડિયા લાંબા સમયથી કોંગ્રેસમાં છે. ટુંક સમયમાં આવી રહેલી મનપાની ચૂંટણી સમયે રાજકારણમાં પક્ષ પલટાની સ્થિતિઓ ઉભી થતી હોય છે. તેવામાં ભીખાભાઇ જાજડિયા પણ કોંગ્રેસને આવજો કહીને NCPમાં જોડાયા છે. શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ભીખાભાઇ જાજડિયા NCPમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભીખાભાઇ જાજડિયા ખેડૂત વર્ગમાં મોટું ગજુ ધરાવે છે. તેઓ લાંબા સમય સુધી યાર્ડમાં ચેરમેન પણ રહેલા છે.

શનિવારે 25 તારીખે સીદસર ખાતે આવેલી ભીખાભાઇ જાજડિયાની શાળામાં ખેડૂતો સાથે વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો છે. તેમાં મુખ્ય મહેમાન પદે શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા છે. ભીખાભાઇ શરદ પવારની મુલાકાત લઈ ચુક્યા છે. મનપાની ચૂંટણી સમયે NCPનું નેતૃત્વ કરીને ભીખાભાઈ જાજડિયા ચૂંટણીમાં ઉતરે તેવી ચર્ચા જાગી છે.

ભીખાભાઈનો પુત્ર જગદીશ જાજડિયા હાલ કોંગ્રેસના નગરસેવક છે. શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ખેડૂત વાર્તાલાપનો કાર્યક્રમ નવા-જુની થવાના એંધાણ છે. જો કે, સુત્રોના જાણાવ્યાં મુજબ, જિલ્લામાં શક્તિસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ કોંગ્રેસમાં નારાજગી હોવાથી ભીખાભાઈ જાજડિયા NCPમાં જોડાઈ ગયા છે.

Intro:શંકરસિંહ વાઘેલાના હસ્તે ખેસ ઓએહરી કોંગ્રેસના ભીખાભાઇ જાજડિયા એનસીપીમાં જોડાયાBody:શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ખેસ પહેરી ભીખાભાઇ જાજડિયા કોંગ્રેસને બાય બાય કરી એનસીપીમાં જોડાયા. સીદસર ખાતેની બેઠકમાં ભીખભાઈનું એનસીપી જોડાણ થયું.Conclusion:ભાવનગર મારએક્ટિંગ યાર્ડમાં સીદસર ગામના રહેવાસી અને પાટીદાર સમાજના ભીખાભાઇ જાજડિયા લાંબા સમયથી કોંગ્રેસમાં છે ત્યારે હાલ માથે આવી રહેલી મનપાની ચૂંટણી સમયે રાજકારણમાં પક્ષ પલટાની સ્થિતિઓ ઉભી થતી હોય છે એવામાં ભીખાભાઇ જાજડિયા પણ કોંગ્રેસને આવજો કહીને એનસીપીમાં જોડાયા છે શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં એનસીપીમાં જોડાઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભીખાભાઇ જાજડિયા ખેડૂત વર્ગમાં મોટું સ્થાન ધરાવે છે અને યાર્ડમાં ચેરમેન લાંબા સમય સુધી રહેલા છે

શનિવાર 25 તારીખે સીદસર ખાતે આવેલી ભીખાભાઇ જાજડિયાની શાળામાં ખેડૂતો સાથે વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો છે તેમાં મુખ્ય મહેમાન પદે શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહયા છે. ભીખાભાઇ શરદ પવારની મુલાકાત લઈ ચુક્યા છે ત્યારે મનપાની ચૂંટણી સમયે એનસીપીનું નેતૃત્વ કરીને ભીઝભાઈ જાજડિયા ચૂંટણીમાં ઉતરે તેવી ચર્ચા જાગી છે. ભીખભાઈનો પુત્ર જગદીશ જાજડિયા હાલમાં કોંગ્રેસના નગરસેવક છે ત્યારે શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ખેડૂત વાર્તાલાપનો કાર્યક્રમ નવાજુનીના એંધાણ દર્શાવે છે જો કે સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે જિલ્લામાં શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં કોંગ્રેસમાં નારાજગી હોવાથી ભીખાભાઈ એનસીપીમાં જોડાઈ ગયા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.