- કોરોનાનો કહેર યથાવત
- યુનિવર્સિટીએ લીધા પાંચ નિર્ણયો
- ભાવનગર યુનિવર્સિટીની EC બેઠક મળી
ભાવનગરઃ રાજ્યમાં કોરોનાનો કેહર યથાવત છે ત્યારે ભાવનગર યુનિવર્સિટીએ કોરોનાકાળમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી છે. પ્રજાલક્ષી અને વિદ્યાર્થીલક્ષી ECની મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. ઓક્સિજન પ્લાન્ટ તેમજ આર્થિક સહાય અને મફત શિક્ષણ સુધીનાં નિર્ણયો કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો પરંતુ હોમ ક્વોરેંટાઇન અને આઇસોલેટેડ દર્દીઓ વધ્યા
યુનિવર્સિટીએ કોરોના કાળમાં લીધા પ્રજાલક્ષી નિર્ણય
ભાવનગર યુનિવર્સીટીએ કોરોનાકાળમાં પ્રજાને ઉપયોગી બનવા માટે બે અગત્યના નિર્ણયો લીધા છે જે પ્રજાલક્ષી છે. યુનિવર્સિટીએ પ્રજા માટે આગામી દિવસોમાં આવનાર ત્રીજી લહેરની ચિંતા કરીને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે મંજૂરી સરકારમાં માગી છે. સરકારની મદદ અને ભાવનગર યુનિવર્સિટી જગ્યા આપીને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપીને ભાવનગર અને બોટાદ જિલ્લા માટે આગામી દિવસોમાં ટેકારૂપ બનવાની કોશિશ કરી છે. આ સાથે જરૂરીયાત મંદ કોરોના દર્દીઓ માટે 10 લાખની દવા મફતમાં વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. ત્રણ મેડિકલ સેન્ટરો પર વિનામૂલ્યે પ્રજા માટે 550ની આવતી કોરોના દર્દીની દવાની કીટ મફતમાં વિતરણ કરશે એ પણ માત્ર પ્રિક્રિપશનના આધારે.
વિદ્યાર્થીઓ માટે લેવામાં આવ્યા ત્રણ અગત્યના નિર્ણય
ભાવનગર યુનિવર્સિટીએ પ્રજાલક્ષી સાથે વિદ્યાર્થી લક્ષી પણ ત્રણ નિર્ણયો લીધા છે. જેમાં જોઈએ તો પ્રથમ જે વિદ્યાર્થીના માતા-પિતાનું કોરોનામાં અવસાન થયું હશે તેવા વિદ્યાર્થીઓને જ્યાં સુધી યુનિવર્સીટીમાં અભ્યાસ કરશે ત્યાં સુધી વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવશે એટલે કે ફી લેવામાં નહીં આવે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં કોરોનાના નવા 302 કેસ નોંધાયા, કુલ કેસ 10 હજારને પાર
યુનિવર્સિટીનો બીજો નિર્ણય
બીજો નિર્ણય એવો છે કે જો કોઈ વિદ્યાર્થી કોરોનામાં મૃત્યુ પામ્યો હશે તો તેના માતા-પિતાને આર્થિક સહાય યુનિવર્સિટી આપશે કારણ કે યુવાન માતા-પિતાનો ઘડપણનો ટેકો હોય છે. જ્યારે ત્રીજો નિર્ણય જે વિદ્યાર્થીઓ યુનિવર્સીટી સાથે સંકળાયેલા છે તેના માતા-પિતા કે પરિવારને કોરોના કાળમાં ક્યાંક માનસિક તણાવ કે માનસિક સ્થિતિ બગડી હોઈ ત્યાં યુનિવર્સીટી દ્વારા ફ્રીમાં કાઉન્સેલિંગ કરવાનું કામ ટીમ દ્વારા કરવામાં આવશે એટલે યુનિવર્સીટી કોરોનાકાળમાં પ્રજા માટે અને વિદ્યાર્થી માટે મદદરૂપ થવા મેદાનમાં ઉતરી ગઈ છે.