ETV Bharat / city

ધોરણ 1થી 3માં અંગ્રેજી તો ફરજિયાત કર્યું પણ શિક્ષકો ક્યાંથી લાવશે સરકાર... - Shortage of English teachers in the state

રાજ્ય સરકારે ધોરણ 1થી 3માં અંગ્રેજી ફરજિયાત કરતા ભાવનગર શિક્ષણ સમિતિ (Bhavnagar Education Committee) હવે કામે લાગી છે. જોકે, ભાવનગર મહાનગરપાલિકા પ્રથામિક શિક્ષણ સંઘે (Bhavnagar Municipal Corporation Primary Education Association) સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. તો હવે શિક્ષણ સમિતિઓ માટે આ નિર્ણય કેટલો પડકારરૂપ છે. તે અંગે જોઈએ આ અહેવાલ.

ધોરણ 1થી 3માં અંગ્રેજી તો ફરજિયાત કર્યું પણ શિક્ષકો ક્યાંથી લાવશે સરકાર...

author img

By

Published : Jun 8, 2022, 2:00 PM IST

ભાવનગરઃ રાજ્ય સરકારે આ વર્ષથી ધોરણ 1થી 3માં અંગ્રેજી ફરજિયાત (English compulsory in standard 1 to 3) કરવાનો નિર્ણય કર્યો છે. તેવામાં હવે રાજ્યની શિક્ષણ સમિતિઓ હવે કામે લાગી છે. શિક્ષણ સમિતિની હાલત બુઠી તલવારે જંગ જીતવા જેવી થઈ છે. તો મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘે આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ શિક્ષકોની હાલની પરિસ્થિતિને પગલે વિરોધ સાથે માગ પણ મૂકી દીધી છે. જાણો સંપૂર્ણ સ્થિતિ શું છે?

અંગ્રેજી વિષય માટે ગુજરાત સરકારનો ફરજિયાત નિર્ણય

ગુજરાત સરકારનો ફરજિયાત નિર્ણય - રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 1થી 3માં અંગ્રેજી વિષય (English compulsory in standard 1 to 3) ફરજિયાત કર્યો છે. ત્યારે જિલ્લાઓ અને શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં અફરાતફરી શરૂ થઈ ગઈ છે. જોકે, શાળા શરૂ થયાના 6 દિવસ પહેલા જ સરકારે આ નિર્ણય કર્યો છે. તેવામાં શિક્ષકોનું આયોજન, તેમને શું શીખવવું વગેરે ગાઈડલાઈન નક્કી કરવામાં શિક્ષણ સમિતિઓ કામે લાગી છે.

પ્રાથમિક શિક્ષક સંઘે વિવિધ માગો મૂકી
પ્રાથમિક શિક્ષક સંઘે વિવિધ માગો મૂકી

આ પણ વાંચો- ખરેખર સરકારી શાળાઓમાં બાળકોને મોકલવા વાલીઓ મજબૂર બન્યા છે? વિપક્ષે કર્યો કટાક્ષ

શિક્ષણ સમિતિ સામે શું પડકાર અને પુસ્તકનું શું - તો હવે ભાવનગર શિક્ષણ સમિતિ (Bhavnagar Education Committee) અંગ્રેજીના શિક્ષકોની ગણતરી કરી રહી છે. સાથે જ અંગ્રેજી શિક્ષકો સાથે બેઠકો શરૂ કરી દીધી છે. થ્રોઆઉટ અંગ્રેજી બોલતા શિક્ષકો છે નહીં અને હાલમાં છે એ શિક્ષકો અંગ્રેજીના નથી. ત્યારે અંગ્રેજી સિવાયના શિક્ષકો પાસેથી કામ લેવા આયોજનો થવા લાગ્યા છે. આ અંગે શાસનાધિકારી યોગેશ ભટ્ટે જણાવ્યું હતું કે, ધોરણ 3માં પુસ્તક છે. તેનું પ્રિન્ટનું કામ ચાલુ છે અને વહેલા પ્રાપ્ત થઈ જશે. શાસનાધિકારીનો આ જવાબ ક્યાંક ઈશારો કરે છે કે, ચૂંટણી પહેલા અંગ્રેજી ફરજીયાત કરવું તેવી ક્યાંક સરકારની પૂર્વઆયોજિત રણનીતિ હશે.

શિક્ષણ સમિતિએ શિક્ષકોની ગણતરી શરૂ કરી
શિક્ષણ સમિતિએ શિક્ષકોની ગણતરી શરૂ કરી

આ પણ વાંચો- Gujarat Assembly 2022 : ધોરણ 1થી અંગ્રેજી ધોરણ 6થી ભાગવત ગીતાના પાઠ ભણાવાશે

શિક્ષણ સમિતિમાં શિક્ષકોનું મહેકમ અને હાલની સ્થિતિ - ભાવનગર શિક્ષણ સમિતિની (Bhavnagar Education Committee) 55 શાળાઓ છે, જેમાં મહેકમ જોવા જઈએ તો, ધોરણ 1થી 5માં મહેકમ 411 શિક્ષકોનું છે. તેની સામે માત્ર 340 શિક્ષકો છે. આ શિક્ષકોમાં પણ અંગ્રેજીનાં શિક્ષકોની ઘટ (Shortage of English teachers in the state) છે. હવે ધોરણ 6થી 8માં જોઈએ તો, મહેકમ 297નું છે, જેમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષકો છે. જ્યારે ગણિતમાં પણ 16 શિક્ષકની ઘટ છે. તો પ્રવાસી શિક્ષકો 100ની ઉપર છે. આમ, શિક્ષણ સમિતિઓ તેર સાંધા કરીને મહેકમ પૂરું તો નથી કરી શકતી પણ તેના જરૂરિયાતના આંકડા સુધી પહોંચીને શિક્ષણનું ગાડું ચલાવી રહી છે. હવે તેમાં ધોરણ 1થી 3માં અંગ્રેજી આવતા મહેકમની ઘટ (Shortage of English teachers in the state) વચ્ચે આયોજન કરવામાં મહેનત કરવા લાગી ગયા છે.

શિક્ષણ સમિતિએ શિક્ષકોની ગણતરી શરૂ કરી
શિક્ષણ સમિતિએ શિક્ષકોની ગણતરી શરૂ કરી

પ્રાથમિક શિક્ષક સંઘે વિવિધ માગો મૂકી - ભાવનગર શિક્ષણ સમિતિના શિક્ષકોનો બનેલા મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘે (Bhavnagar Municipal Corporation Primary Education Association) ધોરણ 1થી 3 ના અંગ્રેજીનાં નિર્ણયને લઈને કડવાશ ઓકી છે. સંઘ પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું હતું કે, અંગ્રેજી શિક્ષણ સામે અમને કોઈ વાંધો નથી પણ અંગ્રેજી ભાષામાં શિક્ષકોની કમી છે. હાલના શિક્ષકોને એટલું અંગ્રેજીનું જ્ઞાન નથી. તે ઉપરનું અંગ્રેજી શિક્ષણ શીખવી શકે. આ ખાનગી સ્કૂલ નથી અને વાલીઓ એટલા જાગૃત નથી. ક્વોલિફાઈડ શિક્ષકોની ઘટ (Shortage of English teachers in the state) છે. 84 શિક્ષકોની હાલમાં 1થી 5માં ઘટ છે. 70 ઘટતા હતા અને 14 હાલમાં રિટાયર્ડ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.