- ભાવનગર મહાનગરપાલિકા ભવનની સાફસફાઈ શરૂ
- 10 માર્ચે બોર્ડની પ્રથમ બેઠક યોજાવાની સંભાવના
- મેયર સહિતના પદાધિકારીઓની પસંદગીનો ધમધમાટ
ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાં ફરી ભાજપ સત્તામાં આવ્યું છે. ત્યારે મહાનગરપાલિકામાં આગામી દિવસોમાં બોર્ડ સભાખંડમાં મળશે, તેથી તૈયારીઓ કરવામાં આવી છે. નવા નગરસેવકોની બેઠક વ્યવસ્થાની સાફસફાઈ અને વ્યવસ્થા ગોઠવવા કામગીરી હાથ ધરવામાં આવી છે.
જ્યાંથી પ્રજાની સુવિધાના નિર્ણય લેવાય છે તે ખંડને તૈયાર કરાયો
ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપ સત્તામાં આવી ગયો છે ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સાફસફાઈ હાથ ધરવામાં આવી છે. સભા ખંડમાં સાફસફાઈ હાથ ધરાઈ હતી. ખુરશીઓ સહિત જાજમ વગેરેને સાફ કરવા આવ્યાં છે, કારણ કે ગેજેટ આવતાની સાથે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરીને નવા બોર્ડ માટે તૈયારીઓ કરવામાં આવશે.
ગેજેટની રાહ જોવાઈ રહી છે
રાજ્ય સરકાર દ્વારા ગેજેટ હાલ સુધીમાં મળ્યાં નથી. ભાજપ 44 બેઠક અને કોંગ્રેસ 8 બેઠક મેળવ્યા પછી સત્તામાં રહેલા પક્ષને નવી બોડી બનાવવાની સત્તા મળે છે અને પછી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની નિમણૂક બાદ તરત બોર્ડની બેઠક મળે છે. હાલમાં સરકારે ગેજેટ મોકલ્યું નથી એટલે ગેજેટ મળ્યા બાદ 7 થી 8 દિવસમાં આશરે 10 માર્ચ આસપાસ નવા બોર્ડ મળવાની સંભાવનાઓ રહે છે. જો કે હાલ ચર્ચાઈ રહ્યું છે કે જિલ્લા પંચાયત,તાલુકા અને નગરપાલિકાના પરિણામ આવ્યા બાદ એક સાથે સરકાર ગેજેટ મોકલી શકે છે. એટલે ત્યાં સુધી ભાવનગરવાસીઓને નવા મેયરની રાહમાં રહેવું પડશે. હાલ ભાવનગરમાં મેયર પદ માટે પ્રથમ મહિલાનું રોટેશન છે.