ETV Bharat / city

ભાવનગર મહાનગરપાલિકાની ફાયર સાધનો પગલે લાલ આંખ: 45 લોકોને નોટિસ ફટકારી - ફાયર સ્ટેશન ન્યૂઝ

ભાવનગરમાં મહાનગરપાલિકાએ શહેરની નામચીન ઈમારતો અને સરકારી ઈમારતોને કડક વલણ સાથે નોટિસ આપી છે. નિયમ પ્રમાણે ફાયરના સાધનો વસાવવામાં આવે અને NOC લેવામાં આવે નહિતર નળ,ગટર કનેક્શન કાપી લેવામાં આવશે. આથી શહેરમાં બહુમાળી બિલ્ડીંગ ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

મહાનગરપાલિકાએ 45બિલ્ડીંગ ધારકોને નોટિસ ફટકારી

author img

By

Published : Mar 7, 2021, 11:58 AM IST

Updated : Mar 7, 2021, 2:16 PM IST

  • મહાનગરપાલિકાએ 45 બિલ્ડીંગ ધારકોને નોટિસ ફટકારી
  • નિયમ પ્રમાણે ફાયરના સાધનો હોવા જરૂરી
  • NOC નહી હોય તો નળ-ગટર કનેક્શન કાપી લેવાશે

ભાવનગર: મહાનગરપાલિકાની ચૂંટણી પુરી થતાની સાથે તંત્રએ કડક હાથે કામગીરી હાથ ધરી છે. મહાનગરપાલિકા ફાયર સેફટીના સાધનો ના હોય તેવા બિલ્ડીંગ ધારકોને નોટિસ ફટકારી છે અને ગટર-નળ કનેક્શન કાપવા સુધીની તૈયારી દર્શાવી છે. જેની પાસે ફાયરના સાધનો નથી તેનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હોટલોથી લઈને સરકારી ઇમારતોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: સુરત કાપડ માર્કેટમાં આગ લાગ્યા બાદ તેને સીલ કરવામાં આવી

કઈ ઈમારતોને નોટિસ અને નોટિસમાં કેવા પગલાં ભરવાની તૈયારી

શહેરમાં આવેલી બહુમાળી બિલ્ડીંગ ધારકોને નોટિસ આપવામાં આવી છે. શહેરની 45 બિલ્ડીંગોને નોટિસ જીકીને ફાયરના સાધનો વસાવવા કહેવામાં આવ્યું છે અને જેની પાસે NOC નથી અથવા તો રિન્યૂ કરવાનું છે તેઓ ઝડપથી કરાવી લે નહિતર હવે મહાનગરપાલિકા નળ-ગટર કનેક્શન કાપવા સુધી પગલાં ભરવા જઈ રહ્યું હોવાનું મહાનગરપાલિકાએ નોટિસમાં પાઠવ્યું છે.

આ પણ વાંચો: સુરતમાં બંધ દુકાનમાં લાગી આગ, 10 જેટલા ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવ્યો

શું છે બિલ્ડીંગોનો નિયમ અને કેવી નામચીન ઇમારતો લિસ્ટમાં સામેલ

ભાવનગર મહાનગરપાલિકાના ફાયરના નિયમ પ્રમાણે શહેરમાં આવેલી બિલ્ડીંગોની ઊંચાઈ 15 મીટર કરતા વધુ હોય તેને સાધનો રાખવા ફરજિયાત છે. તેથી શહેરની હાલમાં 45 બિલ્ડીંગોને નોટિસ જીકવામાં આવી છે. શહેરની નામચીન અને ઓળખાતી સરકારી અને ખાનગી બિલ્ડીંગોનો સમાવેશ થાય છે. જેમ કે, સર-ટી હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટસ, મેડિકલ કોલેજ તો ખાનગીમાં માધવ હીલ, સન એન્ડ સાઈન હોટલ, જ્યુબિલી હોટલ, બ્લ્યુ હિલ હોટલ, માધવ રત્ન, માધવ કોમ્પલેક્સ, હિમાલયા સ્કાઈઝ, ઇસ્કોન મેગા સેલ, પન્ના ટાવર, બાહુબલી કોમ્પ્લેક્સ, દાદા સાહેબ ફ્લેટ આમ કુલ મોટી-મોટી 45 બિલ્ડીંગોને નોટિસ ફટકારવામાં આવી છે.

Last Updated : Mar 7, 2021, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.