ભાવનગરઃ શહેરમાં મહાશિવરાત્રિની ધામધૂમથી ઉજવણી (Bhavnagar Mahashivratri 2022) થઈ રહી છે. અહીં સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ (Crowds of devotees in Shivalayas) જોવા મળી છે. બિલિપત્ર, જળ સહિતના નૈવૈદ્ય અર્પણ કરીને વિશિષ્ટ પૂજા કરી રહ્યા છે. બિલિપત્રનું મહત્વ (Importance of Bilipatra) શું છે. તે પણ જાણીએ.
આ પણ વાંચો- Mahashivratri Melo 2022 : મહાશિવરાત્રીના દિવસે ભવનાથ ગિરિ તળેટીમાં ઉમટ્યું માનવ મહેરામણ
શિવાલયમાં શિવભક્તોની ભીડ
શહેરમાં શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી (Crowds of devotees in Shivalayas) રહી છે. શિવાલયોમાં ભક્તો, જળ, દૂધ, બિલિપત્ર, પંચામૃત અને ફૂલો લઈને પહોંચી રહ્યા છે. મહાશિવરાત્રિના પાવન પર્વમાં (Bhavnagar Mahashivratri 2022) શિવને રિઝવવાના ભક્તોના પ્રયાસો છે. મહાશિવરાત્રિનું અનેરું મહત્વ હોવાથી સૌ કોઈ પોતાની ઈચ્છા મુજબ ભક્તિ કરી રહ્યા છે. ભોળાનાથ ભોળો હોવાથી સૌની ઈચ્છા પરીપૂર્ણ કરતો હોવાથી ભક્તો હૃદયપૂર્વક શિવ આરાધના કરી રહ્યા છે.
આ પણ વાંચો- Mahashivratri 2022: મહાશિવરાત્રિમાં શિવલિંગની પૂજાનું છે વિશેષ મહત્વ, જાણો મહાશિવરાત્રિના પર્વ વિશે...
બિલિપત્રનું વિશેષ મહત્વ અને શા માટે શિવજીને પ્રિય છે બિલિપત્ર
ભગવાન શિવજીને હૃદયથી ભજતાં શિવ પ્રસન્ન થઈ જાય છે. બિલિપત્રનું મહત્વનું (Importance of Bilipatra) શું છે. તો દિપક પુજારીએ જણાવ્યું હતું કે, ત્રણ પાનવાળું અને ત્રણ આયુધવાળું તેમ જ ત્રણ નેત્રવાળા અને ત્રણ જન્મના પાપ નાશ કરનારા શિવનું બિલિપત્ર છે. આમ, શાસ્ત્રમાં નવ પ્રકારના મહત્વ (Importance of Bilipatra) જણાવેલા છે. શિવને બિલિપત્ર ચડાવતા શિવ પ્રસન્ન થઈ જાય છે. ત્રણ લોકનો એક માત્ર દેવ હોવાથી શિવ આધિ,વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરે છે.