ભાવનગરઃ શહેરમાં અપહરણના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે હવે 31મેના દિવસે એક સિવિલ એન્જિનિયરનું અપહરણ (Kidnapping of a civil engineer in Bhavnagar) થયું હતું. જોકે, આ મામલે ભાવનગર LCBની ટીમે ઝડપી કામગીરી કરી માત્ર ત્રણ દિવસની અંદર અપહરણકર્તાઓને સીદસર રોડ પરથી ઝડપી (Bhavnagar LCB arrested Kidnappers) પાડ્યા હતા. અપહરણકર્તાઓએ 4 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી.
આ પણ વાંચો- Ahmedabad Kidnapping Case : ગુજરાત હાઈકોર્ટે વાડજ પોલીસની કાઢી ઝાટકણી, શું હતું કારણ, જાણો
પોલીસ લખેલી ગાડીમાં આવ્યા હતા અપહરણકર્તાઓ - આ અંગે મળતી માહિતી અનુસાર, ભાવનગરમાં મેઘાણી સર્કલ વિસ્તારમાં રહેતા અને સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા મિલન શાહનું 31મેએ અપહરણ (Kidnapping of a civil engineer in Bhavnagar) થયું હતું. તેઓ વરતેજ GIDCમાં ફાર્માસ્યૂટિકલ ફેક્ટરીમાં બાંધકામની સાઈટ પરથી બપોરે પોતાની કારમાં ફેક્ટરીની બહાર નીકળ્યા હતા. ત્યારે જ વરતેજ પોલીસ સ્ટેશન નજીકથી અપહરણકર્તાઓ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે મિલન શાહને કારમાંથી ઉતારી તેમનું અપહરણ (Bhavnagar LCB arrested Kidnappers) કર્યું હતું. આરોપીઓ ફોર્ડ ફિયાસ્ટા કારમાં આવ્યા હતા અને તેમની કારમાં પોલીસનું બોર્ડ પણ લગાવેલું હતું.
આ પણ વાંચો- અમદાવાદમાં નકલી પોલીસના નામે તોડબાજીનો ખેલ, પાંચ આરોપી ઝડપાયા
અપહરણકર્તાઓએ માગી 4 કરોડની ખંડણી - ભાવનગર વરતેજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓને મોકળું મેદાન મળી ગયું હોય. તે પ્રમાણે એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. અહીં 2 દિવસ પહેલાં 4 કરોડ રૂપિયાની ખંડણી સાથે અપહરણનો ગુનો સામે આવ્યો હતો.
અપહરણકર્તાનો પ્લાન - અપહરણનો (Kidnapping of a civil engineer in Bhavnagar) પ્લાન રચી ભાવનગરના જ 4 શખ્સોએ સિવિલ એન્જિનિયર મિલન શાહને બળજબરીથી કારમાં બેસાડી પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ તેવું કહી અપહરણ કર્યું હતું. સાથે જ અપહરણકર્તાઓએ કારમાં છરી બતાવી મનન શાહનો મોબાઈલ તથા કારની ચાવી ઝૂંટવી લીધી હતી. ત્યારબાદ ચારે શખ્સોએ પૈસાની માગણી કરી હતી. તેમ જ પૈસા નહીં આપે તો તને અને તારી પત્ની બંનેને મારી નાખવાની ધમકી આપી હતી. 4 કરોડ રૂપિયાની માગણી બાદ અંતે 18 લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું.
અપહરણકર્તાઓ વેપારીને કલોલ મૂકીને ફરાર થઈ ગયા હતા - અપહરણ કરનારા શખ્સોએ વારંવાર સિવિલ એન્જિનિયરને માનસિક ત્રાસ આપીને પૈસા મગાવવાનું કહેતા હતા. ત્યારે અપહરણકર્તાઓએ 18 લાખ રૂપિયાની તાત્કાલિક વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. આ પૈસા રાજપરા ખોડીયાર જળીયા ચોકડીએ લાવવા જણાવ્યું હતું. ત્યારબાદ અપહરણકર્તાઓએ મિલન શાહને કલોલ તથા મહેસાણાની આજુબાજુ લઈ ગયા અને ત્યાં તેમને છોડી દીધા હતા. જોકે, આ પહેલા મિલન શાહ પાસે રહેલા 8,000 રૂપિયા રોકડા અને મોબાઈલ લઈ લીધો હતો.
પોલીસે ત્રણ દિવસમાં આરોપીઓને ઝડપી પાડ્યા - ત્યારબાદ મિલન શાહે પોલીસને આ અંગે જાણ કરી હતી. તો વરતેજ પોલીસે ગુનાની ગંભીરતા જાણીને તમામ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સાથે જ LCBએ અપહરણકર્તા દ્વિપાલ સોલંકી, મિતુલ રાઠોડ, નિકુંજ રાઠોડ, પીયૂષ મકવાણા સામે ગુનો (Bhavnagar LCB arrested Kidnappers) નોંધ્યો હતો. આરોપીઓ આર્થિક ભીંસમાં હોવાથી અપહરણ (Kidnapping of a civil engineer in Bhavnagar) કર્યું હોવાનું સામે આવ્યું હતું.