ETV Bharat / city

ભાદરવી અમાસ 2022 નિમિત્તે કોળીયાક નિષ્કલંક મહાદેવ મંદિરે ઉમટ્યાં ભક્તો, ભાવનગરના રાજવી પરિવારની ધજા ચડતાં દર્શનનો પ્રારંભ

author img

By

Published : Aug 27, 2022, 9:59 PM IST

ભાવનગરના કોળીયાકના દરિયા કિનારે સ્થિત નિષ્કલંક મહાદેવ મંદિરે આજે ભાદરવી અમાસના દિવસેવભકતો ઉમટી પડ્યા હતાં. આજના દિવસે દરિયામાં સ્નાનનું મહત્વ છે સાથે પિતૃના મોક્ષાર્થે પિતૃતર્પણ થાય છે. ભાવનગરના પૂર્વ રાજવી પરિવારની 125મી ધ્વજા આજે નિષ્કલંક મહાદેવ મંદિર પર ચડ્યા બાદ દર્શનનો પ્રારંભ થયો હતો. Bhavnagar Koliak Nishkalank Mahadev, Royal family of Bhavnagar 125th flag hoisted , Koliak Nishkalank Mahadev History, Bhadarvi Amas 2022

એક કિમી જેટલો દરિયો આગળ વધી જવાથી મંદિર હવે દરિયામાં આવી ગયું છે

ભાવનગર ભાવનગરથી 24 કિમી દૂર આવેલા કોળીયાકના દરિયા કિનારે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના (Bhavnagar Koliak Nishkalank Mahadev )સાનિધ્યમાં આજે ભાદરવી અમાસના (Bhadarvi Amas 2022 )દિવસે આજે હજારોની સંખ્યામાં શિવભકતો ઉમટી પડ્યા હતાં. આજના આ દિવસે લોકો કોળીયાકના દરિયામાં સ્નાન કરીને પોતે નિષ્કલંક બને છે તો પોતાના પિતૃના મોક્ષાર્થે પિતૃતર્પણ કરે છે. રાજવી પરિવારની 125મી ધ્વજા ( Royal family of Bhavnagar 125th flag hoisted ) આજે નિષ્કલંક મહાદેવ મંદિર પર ચડ્યા બાદ દર્શનનો પ્રારંભ થયો હતો.

આજના દિવસે દરિયામાં સ્નાનનું મહત્વ છે સાથે પિતૃના મોક્ષાર્થે પિતૃતર્પણ થાય છે

આજે ભાદરવી અમાસ એટલે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને સાથે શનિ અમાવસ્યા. આજના આ દિવસે ભાવનગર નજીક આવેલા અને પાંડવો સ્થાપિત કોળીયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં દર્શન કરવા હજારોની સંખ્યામાં શિવભકતો ઉમટી પડ્યા હતા. કોળીયાકના દરિયામાં ભાદરવી અમાસના સ્નાન અનેરું મહત્વ છે.આ મંદિરમાં દર્શન માટે આવતાજતા શ્રદ્ધાળુઓ સાથે કોઈ અનીચ્છનીય ઘટના ન ઘટે તેના માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તેમજ અહી લોકો મેળાની પણ મજા માણી હતી.

નિષ્કલંક મહાદેવનો ઈતિહાસ જોઈએ તો પાંડવો મહાભારતના યુદ્ધ બાદ પોતાના કલંકને ધોવા ભગવાન શ્રીકૃષ્ણના કહ્યા મુજબ કાળી ધજા લઈને હોડીમાં નીકળી પડ્યા હતાં.ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કહેલું કે જે જગ્યાએ આ ધજા સફેદ બની જશે ત્યાં તમે શિવલીંગ સ્થાપિત કરી પૂજા કરજો તમારા તમામ પાપો દૂર થઇ જશે અને તમે બધા નિષ્કલંક બની જશો. આથી કોળીયાક નજીકના દરિયામાં આવતા અહી ધજા સફેદ થઇ જતા પાંચેય પાંડવોએ એક પછી એક એમ પાચ શિવલિંગની સ્થાપના ( Koliak Nishkalank Mahadev History ) કરી હતી. જે આજે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો ભાદરવી અમાસ નિમિત્તે નિષ્કલંક મહાદેવને ધજા ચડાવવામાં આવી

મંદિર હવે દરિયામાં આવી ગયું છે પહેલા આ જગ્યા દરિયાના કિનારે હોવાનું મનાતું હતું. આજે એક કિમી જેટલો દરિયો આગળ વધી જવાથી મંદિર હવે દરિયામાં આવી ગયું છે. દરિયાની ભરતીના પાણી ઉતર્યા પછી અહી દર્શન કરવા જઈ શકાય છે અને દરિયામાં પૂરી ભરતી આવે ત્યારે શિવલિંગ પાસે આવેલ સ્તંભ પર લગાવેલ ધજા સુધી પાણી આવી જાય છે. પૂરો સ્તંભ પાણીમાં ગરકાવ થઇ જાય છે.

આ પણ વાંચો ભાદરવી અમાસે 125મી વિશાળ ધજાની યુવરાજના હસ્તે કરાઈ શાસ્ત્રોક્ત વિધિ કરી કર્યું પૂજન

રાજવી પરિવારની 125મી ધ્વજા ચડી આજે ભાદરવી અમાસના દિવસે નિષ્કલંક મહાદેવ મંદિરે ભાવનગરના રાજવી પરિવારની 125મી ધજા ચડી હતી. રાજવી પરિવારની આ ધ્વજને લઇ ગંગાસતીના સરવૈયા પરિવાર હોડીમાં અહી પહોચ્યા હતાં અને ધ્વજા ચડાવ્યા બાદ નિષ્કલંક મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર અહી ઉમટ્યું હતું. આજના આ ખાસ દિવસે અંદાજીત 1 લાખ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોચ્યા હતાં શ્રાવણ માસના છેલ્લા દિવસે મહાદેવને જળ ચડાવી તેના ચરણોમાં શીશ નમાવી ત્યાર બાદ શ્રદ્ધાળુઓએ કોળીયાકના દરિયામાં ડૂબકી લગાવી નિષ્કલંક બન્યા હતાં.તે સાથે પિતૃતર્પણ કરી પિતૃને મોક્ષ અર્પણ કર્યું હતું.

એસડીઆરએફની બચાવ ટીમોને ખડે પગે રાખવામાં આવી ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે દર્શનાર્થે આવે છે. જેથી ભીડને કાબુમાં રાખવા તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત તેમજ દરિયામાં એસડીઆરએફની બચાવ ટીમોને ખડે પગે રાખવામાં આવી હતી. જયારે પૂર્વ પ્રધાન અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોતમ સોલંકી દ્વારા ભક્તો માટે પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.