ભાવનગર : ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં એક નહીં બે નહીં પરંતુ બાર-બાર જેટલી પરીક્ષાના પેપર ફૂટ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે સરકારી પ્રાથમિક શાળામાંથી પણ પેપર ચોરાયા (Bhavnagar Exam paper Theft) હોવાની ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના તળાજાની નેસવડ સરકારી પ્રાથમિક શાળામાં પરીક્ષાના પ્રશ્નપત્રોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા પોલીસ ફરિયાદ થઈ છે. જેમાં પોલીસે ત્રણ શકમંદ વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા જે પૈકીના બે વિદ્યાર્થીઓએ પેપર ચોરીની (Primary School Paper Theft) કબૂલાત કરી હતી.
તાળા તોડી કબાટમાંથી કરી પેપરોની ચોરી - નેસવડ ગામે પ્રાથમિક શાળાના રૂમના તાળા તોડી કબાટમાં રાખેલા ધો 7-8ની પરિક્ષાના પ્રશ્નપત્ર ચોરાયાની ઘટનાને પગલે ભારે ચકચાર મચી હતી. જેને પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ (Paper Theft at Talaja Primary School) વ્યાપી જવા પામ્યો હતો. અને આ મામલો પોલીસ મથક પહોંચતા મોડી રાત્રે શાળામાં LCB, SOG અને ડોગ સ્કવોર્ડ સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
આ પણ વાંચોઃ Board Exam 2022: વિદ્યાર્થીને પરીક્ષામાં હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ
પ્રશ્નપત્રની ચોરી લઈને સવાલો - ગુરુવારે સવારે સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય દેવરાજ ધાંધલિયા અને સ્ટાફના લોકો શાળાએ આવ્યા ત્યારે શાળામાં કબાટમાં રાખેલા પેપરનું ખુલ્લું કવર જોવા મળ્યું હતુ. કબાટનો લોક તોડી ધોરણ 7 અને 8 ના સીલ પેક કવર ખોલી તેમાંથી પ્રશ્નપત્રો કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયા હોવાનું સામે આવ્યુ હતું. જ્યારે ધો-6 અને 7 બંનેમાં સરકારના નિયમ મુજબ પરીક્ષાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા હતા. તો શા માટે પ્રશ્નપત્રની ચોરી કરવામાં આવી તેવો સવાલ પણ ઉઠવા પામ્યા હતો. ભૂતકાળમાં યોજાયેલી અનેક પેપર અને પરીક્ષા કૌભાંડમાં ભાવનગરનું નામ ઉછળતું રહ્યું છે. ત્યારે વધુ એકવાર ભાવનગરની પ્રાથમિક શાળા માંથી પેપર ચોરી સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો.
શિક્ષણ અધિકારીનું નિવેદન - જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોર મિયાણીએ જણાવ્યું કે, શિક્ષણ વિભાગની સૂચના અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાંથી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોની (Paper Theft at Government School) ચોરી થઈ છે. જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ તપાસ ચાલુ છે. વિદ્યાર્થીઓના હિતમાં 22મી અને 23 મીના રોજ યોજાનાર પરીક્ષા રદ કરવામાં આવી છે. સોમવારથી રાબેતા મુજબ ધો 7ની પરીક્ષા યોજવાની રહેશે. તેમજ અન્ય ધોરણોની પરીક્ષા અગાઉથી આપેલા સમયપત્રક મુજબ લેવાની રહેશે.
આ પણ વાંચો : Paper theft from primary school: શિક્ષણ પ્રધાનના જિલ્લામાંથી પેપર ચોરી થયા! ગુજરાતમાં પ્રાથમિક શાળાના પેપરની ચોરી
ભાવનગર ASPનું નિવેદન - નાયબ પોલીસ અધિક્ષક સફિન હશને જણાવ્યું હતુ કે, પ્રાથમિક શાળામાં પેપર ચોરીની ઘટના સામે આવતા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, SOG, ડોગ સ્કવોડ તપાસમાં જોડાઇ હતી. તેમજ ત્રણ શંકાસ્પદ વિદ્યાર્થીઓની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જે પૈકીના 2 વિદ્યાર્થીઓએ પેપર ચોરી કરી હોવાની કબૂલાત આપતાં પોલીસે (Bhavnagar Talaja Police) વધુ તપાસ હાથ ધરી હતી, જ્યારે પ્રાથમિક શાળાના પ્રશ્નપત્રો ચોરાયા હોવાની રાજ્યમાં આ પ્રથમ ઘટના બની છે.