ભાવનગરઃ ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં 127 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. બજેટમાં પાંચ યોજનાઓ છે જેમાં સંત રવિદાસ બાળ કેન્દ્ર યોજના પણ છે. વિપક્ષે નિરાશ કરનારું બજેટ ગણાવ્યું છે અને સીમાંકન બાદ ભળેલા ગામડાઓની હવે શાળા નથી ભેળવતા. મુદ્દાઓ ત્યારે ચૂંટણી સ્પર્શી હતા અને આજે પણ એજ થઈ રહ્યું છે. જાણો વિગતથી.
બજેટમાં સંત રવિદાસ યોજના
ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટ બેઠક યોજાઇ હતી જેમાં 127 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીની અસર હોય તેમ બજેટમાં સંત રવિદાસ યોજના ગરીબ બાળકો માટે લવાઈ છે. આ સિવાય પણ અનેક યોજનાઓ મુકવામાં આવી છે. વિપક્ષ સભ્યે નિરાશ બજેટ અને ચૂંટણીલક્ષી યોજનાવાળું હોવાનું જણાવ્યું છે. જો કે ગત વર્ષના બજેટનું બાકી કાર્ય શું તે પણ જાણીશુ.
આ પણ વાંચોઃ Education: ભાવનગરમાં પ્રવૃત્તિ શિક્ષણ આપતાં શિક્ષકોની ક્ષમતા અને ભાવ થકી સરકારી શાળામાં બાળકોમાં ઉત્સાહ
શિક્ષણ સમિતિનું બજેટ અને નવી યોજનાઓ
55 શાળા શિક્ષણ સમિતિ નીચે ચાલી રહી છે. હાલમાં ભાજપની બોડીએ સત્તા સંભાળી છે. શિક્ષણ સમિતિનું આજે 127 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. નવા બજેટ કોરોનાકાળ બાદનું હોય જેમાં નવી યોજનાઓ મુકવામા આવી છે. જેમાં કોરોના ઇફેક્ટ,ચૂંટણી સ્પર્શી યોજનાઓ હોય તેવું પ્રાથમિક લાગી રહ્યું છે. શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદીએ જણાવ્યું હતું કે બજેટમાં ઋષિ ભારદ્વાજ,બાળ ધન્વંતરી યોજના,સંત રવિદાસ બાળ સંસ્કાર કેન્દ્ર, દુર્ગા સશક્તિકરણ અને ગિજુભાઈ બાળ વાર્તાદિન યોજના મુકવામાં આવી છે. દરેક યોજનાને અલગ અલગ 2 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે 5 યોજનાના કુલ 10 લાખ રૂપિયાની જોગવાઈ છે.
જૂના બજેટના કયા કામો બાકી તે વિપક્ષે ગણાવ્યાં
શિક્ષણ સમિતિના ગત વર્ષના કાર્યોમાં જોઈએ તો ચેરમેન શિશિર ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં ખેલમહાકુંભ, શૈક્ષણિક પ્રવાસ માટે જોગવાઈ હતી. પરંતુ કોરોનાકાળના પગલે આ કાર્યો થઈ શક્યા નથી. જ્યારે વિપક્ષના સભ્ય કોંગ્રેસના પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે બજેટ નિરાશાજનક રહ્યું છે. બજેટમાં જે મનપાનું સીમાંકન કરી ગામડાઓ શહેરમાં ભેળવાયા પણ એ ગામની સ્કૂલ મનપા ભેળવતી નથી. જો કે ગામડાઓ ભેળવવામાં આવે તે સત્તાધારીયોનું રાજકારણ હતું અને હજુ છે. બીજું કે શહેરમાં લીઝ પટ્ટા ઉપર મનપા મોટા વિશાળ પ્લોટ વેચી રહી છે તો મોટાભાગની શાળામાં ગ્રાઉન્ડ નથી તે પૂરું પાડેે. જો કે પ્રકાશભાઈને નવી યોજના બજેટમાં મુકવા બાબતે પૂછતાં તેમને કહ્યું હતું કે હા આ ચૂંટણીના મુદ્દા છે જેને આગામી દિવસોમાં લઈ શકાય છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી માથે આવી રહી છે. જેનો વિરોધ ન થાય પણ યોજનાઓ ચૂંટણીલક્ષી છે.