ભાવનગર શહેરમાં પ્રજાની અધોગતિ કહો કે પછી વિકાસના નામનું વળતર પણ સીટી બસની ચાલતી કોંગ્રેસ સમયની સીટી બસ સેવા (Congress time CT bus service Bhavnagar) આજ છીનવાઈ ગઈ છે. મહાનગરપાલિકાના શાસકોએ સીટી બસના કોન્ટ્રાકટના તરફેણમાં મોંઘવારી નડતી હોવાનું કહીને પ્રજાની કેટલી ચિંતા છે તેનાથી વાકેફ કરી રહ્યા છે.
એક સમયે ચાલતા ડબલડેકર સહિત બસોની હતી રાહ ભાવનગર શહેરમાં એક સમયે મહાનગરપાલિકાએ પોતાની પ્રજા માટે બસ સેવા ચાલુ કરી હતી. ડબલડેકર સહિત ભાવનગરમાં (Double Decker Bus Service in Bhavnagar) 18 જેટલી બસો 20 વર્ષ પહેલાં દોડતી હતી. ગરીબ વર્ગ ઓછી કિંમતમાં શહેરના કોઈ પણ ઠેકાણે પહોંચી જતો હતો. મહાનગરપાલિકાનું પોતાનું ગેરેજ (Bhavnagar Municipal Corporation own bus garage) પણ હતું. ગંગાજળિયા તળાવના મુખ્ય બસ સ્ટેન્ડમાંથી દરેક વિસ્તારની બસો ઉપડતી હતી. ગંગાજળિયાના તળાવમાં આવેલા અનેક બસ સ્ટેન્ડમાં એક બસ સ્ટેન્ડ પર બે બસો રહેતી હતી. જો કે કોંગ્રેસનું શાસન હતું અને વિદ્યાર્થી, વૃદ્ધો અને ગરીબો માટે બસ સેવા આશીર્વાદરૂપ હતી.
આજે સીટી બસની પરિસ્થિતિ ભાવનગર હાલમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે, ત્યારે હવે સીટી બસનો કોન્ટ્રાકટ ખાનગી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યો અને ધીરે ધીરે મહાનગરપાલિકાની બસો તો વહેંચાઈ ગઈ પણ ખાનગી સંચાલકો વધુ ફાયદો મેળવી શકતા નથી. શહેરના વિસ્તારોમાં બસોની સેવા ઘટાડતા ગયા છે. આજે ત્રણ રૂટ ઉપર માત્ર સીટી બસો ચાલે છે. ગરીબોની સંખ્યામાં 20 વર્ષમાં ઘટાડો નથી થયો પણ બસોની સેવા ઘટી (Bus services reduced in Bhavnagar) ગઈ છે. 90 ટકા શહેરના વિસ્તારોમાં સીટી બસ સેવા નથી. લોકો કહે છે મહાનગરપાલિકાએ બસ સેવા શરૂ કરવી જોઈએ.
પ્રજાના મતે સીટી બસ સેવા ભાવનગર શહેરમાં સીટી બસ સેવા ભરતનગર અને સુભાષનગર જેવા વિસ્તારોમાં ચાલે છે. આ વિસ્તારો પૂર્વ વિધાનસભાના છે. જ્યારે શહેરના પશ્ચિમ વિધાનસભા અને પૂર્વ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં સીટી બસ નથી. બસ સ્ટેન્ડ પર રાહ જોતા 71 વર્ષના ચંદુભાઈ મારૂ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આજે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એક સમય હતો 18 બસો ચાલતી આજે 2 બસ ચાલે છે. રિક્ષામાં 15 રૂપિયા ભાડું છે આ લોકો 10 રૂપિયા લે છે. આ તો કહેવાય નહીં સીટી બસ વાળા ગામડાઓમાં સીધી બસો ચલાવે છે. આના કરતાં મહાનગરપાલિકા હાથમાં લઈ લે તો સારું. વિદ્યાર્થીઓ રીક્ષા સિવાય જતા નથી.
કોંગ્રેસનો વાર અને ભાજપના શાસકોનો બચાવ ભાવનગર મહાનગરપાલિકામાં સીટી બસ વિભાગ ચાલતો હતો. આજે કંઈ રહ્યું નથી. કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, 27 વર્ષના શાસનમાં એક સમયે સીટી બસ વિભાગ અને ગેરેજ હતું. આજે બે રૂટ પર માત્ર બસ ચાલી રહી છે. એ પણ માત્ર કહેવાની ચાલે છે. અમે વિરોધ (Congress oppose BJP) કર્યો છે અને કરતા રહેશું. ત્યારે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન (Municipal Standing Committee Chairman ) ધીરુ ધામેલીયાએ જણાવ્યું હતું કે દિવસે દિવસે લોકો પાસે ઘરના વાહનો આવતા બસોમાં મુસાફરો ઘટી ગયા છે. આ મોંઘવારીમાં મુસાફર વગર પોસાય નહિ તે સ્વાભાવિક છે. અમે આગામી દિવસોમાં CNG બસો સેવા શરૂ કરવા વિચારણા કરી રહ્યા છીએ.