ભાવનગર જિલ્લાના પાલીતાણા અને ભાવનગર શહેરમાં સરકારી ગોડાઉનમાં ચોરીની ઘટના અને ચિત્રા સરકારી અનાજના ગોડાઉનમાં ( Bhavnagar and Chitra GIDC Grain Warehouse ) અનાજ અને તેલની ચોરીની (Theft of grains and oil )બે ઘટના ( Grain Theft in Chitra GIDC Grain Warehouse ) બાદ કોંગ્રેસ વિરોધ ( Bhavnagar Congress uproar Against Grain Theft ) નોંધાવ્યો છે. કોંગ્રેસે દ્વારા ચોરીની આ ઘટનાઓ નહીં પણ કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આરોપીઓને કડક સજાની માગ કરી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં અનાજના સરકારી ગોડાઉનમાં ટ્રકો ભરીને સામાન લઈ જવાય તેટલા અનાજ અને ખાદ્ય ચીજોની ચોરીને પગલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે રામધૂન બોલાવી ચોરી નહીં પણ કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
અનાજના ગોડાઉનમાં ચોરી મામલે વિરોધ ભાવનગર શહેરમાં સરકારી અનાજના ગોડાઉનમાં પાલીતાણા અને ભાવનગરમાં ( Bhavnagar and Chitra GIDC Grain Warehouse ) ચોરી થઈ છે. કોંગ્રેસે ચિત્રા સરકારી અનાજના ગોડાઉનમાં ચોરીને પગલે વિરોધ નોંધાવ્યો છે. ચિત્રા ગોડાઉનમાં કચેરી બહાર કોંગ્રેસે રામધૂન ( Bhavnagar Congress uproar Against Grain Theft ) બોલાવી હતી. રામધૂન બાદ બહાર આવેલા અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. CCTV લગાવવામાં નથી આવ્યાં અને એક બે કે ત્રણ ચાર નહી ટ્રક ભરાય તેટલો સામાન જતો રહ્યો છે. અમારી માંગ છે કે કૌભાંડીઓને પકડવામાં આવે અને પાસા નીચે ધકેલવામાં આવે.
ક્યાં કેટલી અનાજ ચોરીના બનાવ બન્યા અને શું તપાસ થઇ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલ ચિત્રા સરકારી અનાજના ગોડાઉનમાં ચોરી પાંચ તારીખે થયાનું સામે આવ્યું હતું. પાલીતાણા ગોડાઉનમાં 270 તેલના ડબ્બા અને 60 તુવેરદાળની ગુણી મળીને આશરે 5થી 6 લાખની ખાદ્ય ચીજોની ચોરી (Theft of grains and oil ) થઈ હતી. ત્યાર બાદ ભાવનગર સરકારી અનાજના ગોડાઉનમાં 7 તારીખે ચોરીની ઘટનાની ફરિયાદ સામે આવી હતી જેમાં 20 કિલોની એક ગુણી તેવી 288 ગુણી અને 1 લીટર સિંગતેલના પાઉચ કુલ 254ની ચોરી ગત 17 ઓગસ્ટે થયાનું સામે આવ્યું હતું. બંને સ્થળોમાં ક્યાંય CCTV કે ચોકીદાર નથી. પોલીસે ફરિયાદના આધારે તપાસ આદરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચોરી કરનાર પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.