ETV Bharat / city

રામમંદિરના નિર્માણ અર્થે ભાવનગરમાંથી એક જ દિવસમાં 30 લાખનું યોગદાન એકઠું કરાયું

અયોધ્યા ખાતે બની રહેલા રામમંદિરના નિર્માણમાં ભારતભરનાં લોકો પણ પોતાનું યોગદાન આપી શકે તે માટે સાધુ સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોગદાન એકત્રિત કરવાની શરુઆત આજથી ભાવનગર ખાતેથી કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ૨૭ ફેબ્રુઆરી સુધી દાન એકત્રિત કરીને રામ જન્મભૂમિ ટ્રસ્ટને સોપવામાં આવશે.

રામમંદિરના નિર્માણ અર્થે ભાવનગરમાંથી એક જ દિવસમાં 30 લાખનું યોગદાન એકઠું કરાયું
રામમંદિરના નિર્માણ અર્થે ભાવનગરમાંથી એક જ દિવસમાં 30 લાખનું યોગદાન એકઠું કરાયું
author img

By

Published : Jan 16, 2021, 1:23 PM IST

  • સાધુ સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોગદાન એકત્ર કરવાનો પ્રારંભ
  • પ્રથમ દિવસે જ ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય નેતાઓએ ૩૦ લાખનું આપ્યું યોગદાન
  • મોરારીબાપુ નાં વિદેશમા રહેતા ભક્તો દ્વારા અંદાજીત ૧૯ કરોડ રૂપિયાની રકમ એકત્રિત

ભાવનગર: અયોધ્યા ખાતે બની રહેલા રામમંદિરના નિર્માણમાં ભારતભરનાં લોકો પણ પોતાનું યોગદાન આપી શકે તે માટે સાધુ સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોગદાન એકત્રિત કરવાની શરુઆત આજથી ભાવનગર ખાતેથી કરવામાં આવી છે. આજનાં પ્રથમ દિવસે જ ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય નેતાઓ એ યોગદાન કરી અંદાજીત ૩૦ લાખ રૂપિયા જેટલું યોગદાન એકઠું કરવામાં આવ્યું હતું.

મોરારીબાપુએ વીડિયોના માધ્યમથી યોગદાન આપવા અપીલ કરી
ભાવનગર શહેરમાં આજથી રામમંદિર નિર્માણ અર્થે એકત્રિત કરવામાં આવનાર યોગદાન ની શરૂઆત ગરબીરામદાસબાપુ દ્વારા કરવામાં આવેલ.જેમાં સૌ પ્રથમ રામ કથાકાર મોરારીબાપુ દ્વારા ચિત્રકૂટ ટ્રસ્ટ દ્વારા એક લાખ રૂપિયા અનુદાન આપવામાં આવેલ તેમજ મોરારીબાપુએ વીડિયોના માધ્યમથી સામાન્ય પરિવાર નાં લોકો પણ પોતાનું યોગદાન આપી મંદિર કાર્યમાં સહભાગી બનવા માટે અપીલ કરવામાં આવેલ તેમજ મોરારીબાપુનાં વિદેશમાં રહેતા ભક્તો દ્વારા અત્યાર સુધીમાં અંદાજીત ૧૯ કરોડ રૂપિયાની રકામ એકત્રિત કરવામાં આવેલ છે.

રામમંદિરના નિર્માણ અર્થે ભાવનગરમાંથી એક જ દિવસમાં 30 લાખનું યોગદાન એકઠું કરાયું

27 ફેબ્રુઆરી સુધી યોગદાન એકત્રિત કરી રામ જન્મભૂમિ ટ્રસ્ટ ને સોપવામાં આવશે
આજથી શરૂ કરાયેલ અભિયાનમાં સાધુ સંતો તેમજ વિશ્વ હિન્દુપરિષદનાં કાર્યકર્તાઓની એક ટીમ ગ્રામ્ય તેમજ શહેરમાં ટીમો ની રચના કરી અનુદાન ને એકત્રિત કરશે. તેમજ આ અભિયાન અંતર્ગત ૨૭ ફેબ્રુઆરી સુધી દાન એકત્રિત કરીને રામ જન્મભૂમિ ટ્રસ્ટને સોપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.