- દિવાળીમાં બટન બંધ કરવાની વ્યાખ્યા આપી શીખવવું પડે તેવા બાળકોની કલાકારી
- મંદબુદ્ધિના બાળકો બનાવી રહ્યા છે તોરણ, ઝુંમર અને મીણબત્તીઓ
- સમાજના લોકો શોપિંગ પૂરતું નહિ પણ આવા બાળકોને ટેકારૂપ બનીને ખરીદી કરવી જોઈએ
- મંદબુદ્ધિના બાળકોની દિવાળીમાં સુશોભાનની ચિઝોનું અદભુત બનાવટ
ભાવનગર: શહેરની અંકુર મંદબુદ્ધિ શાળા (Ankur Special School) ના બાળકોને પગભર બનાવવાના હેતુથી અંકુર મંદબુદ્ધિની શાળા તેમના બાળકોને અર્થોપજાનનું જ્ઞાન આપી રહ્યા છે. શાળાના બાળકો જેઓ મંદબુદ્ધિના છે તેવા આશરે 50 કરતા વધુ બાળકોએ દિવાળીના તોરણ, મીણબત્તી, ઝુમ્મર વગેરે ચીજો બનાવી છે. પ્રદર્શન યોજીને તેને વેચવામાં આવે છે. શાળાના શિક્ષિકા નેહલ ગઢવીએ જણાવ્યું હતું કે, મંદબુદ્ધિના બાળક યુવાન વયે પહોંચે તે પહેલાં તેને પગભર કરવું જરૂરી છે. આવા બાળકોની ઉંમર વધતા તેના માતાપિતા વૃદ્ધ અને બાદમાં મૃત્યુ પામ્યા બાદ નિરાધાર બનતા હોય છે. સામાન્ય બાળક કેટલાક દિવસોમાં જીવન જરૂરિયાતની ચીજો શીખે છે, ત્યારે આ બાળકો તે પાંચ વર્ષે શીખે છે. કેટલાક આવા બાળકો નોકરી કરે છે તેનું કારણ એ છે કે તેઓ હંમેશા પ્રામાણિક હોય છે.
આ પણ વાંચો: અંકુર મંદબુદ્ધિ શાળાના બાળકો રાખડી બનાવીને મેળવી રહ્યા છે રોજગારી
મંદબુદ્ધિના બાળકો માટે આર્થિક ઉપાર્જન માટેની શું વ્યવસ્થા અને પ્રદર્શન માટે શું અપેક્ષા ?
મંદબુદ્ધિના બાળકોને સરકારમાં ક્યાંય તક મળે તેવી સ્થિતિ નથી. IQ લેવલ ઓછું હોવાથી બાળકો કોમ્પ્યુટર સમાન બની જાય છે. જેટલું શીખવવામાં આવે તેટલું તેઓ શીખતાં હોય છે. બટન બંધ કરવાથી તોરણ ઝુમ્મર બનાવવા સુધીનું શિક્ષણ બાદ તેઓ તે કરી શકતા હોય છે. અંકુર જેવી શાળામાં બાળકોને ઘરગથ્થુ ચીજો બનાવવી તેમજ ગૃહ ઉદ્યોગમાં આવતી ચીજો જેમ કે રાખડી, ઝુમ્મર, તોરણ વગેરે શીખવવામાં આવે છે અને જ્યારે મોટી વયના થાય ત્યારે પગભર હોય તો સમાજમાં રઝળે નહિ. આવા બાળકો માટે જિલ્લામાં એક સેન્ટર હોવું જોઈએ તેમ શિક્ષકોનું માનવું છે.
આ પણ વાંચો: "પ્રકાશ" મંદબુદ્ધિ શાળાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સન્માનિત કરાયા
રોજગારી અને માતાપિતા બાદ બાળકો માટે શું હોવું જોઈએ
મંદબુદ્ધિના બાળકો માટે રોજગારી સૌથી મોટો પ્રશ્ન છે. ભાવનગરમાં કેટલાક રેસ્ટોરન્ટમાં આવા બાળકો By Choice No Force તરીકે કામ કરી રહ્યા છે. બીજી બાજુ આવા બાળકોને તેનો પરિવાર પણ સાચવતો નથી. મંદબુદ્ધિના બાળકો માટે જિલ્લામાં એક હોસ્ટેલ પણ હોવી જરૂરી છે. જે આખા સૌરાષ્ટ્રમાં માત્ર જૂનાગઢમાં છે, ત્યારે ભાવનગરની એક માત્ર અંકુર મંદબુદ્ધિ શાળા (Ankur Special School) એવા બાળકોને તૈયાર કરે છે કે જેમને કહેવામાં આવે તેટલું કામ તેઓ કરે છે. આથી સરકારની એક દ્રષ્ટિ પણ હાલ આવા બાળકો માટે ખૂબ જરૂરી લાગી રહી છે.