- ભાવનગરમાં ઉજવાઈ ભાઈબીજ
- એક પરિવારના સભ્યોએ ઉજવ્યો પર્વ
- ભાવનગરમાં બ્રાહ્મણ પરિવારે ભાઈબીજ ઉજવી સંસ્કૃતિ સાચવી
ભાવનગર: શહેરમાં ભાઈ બીજની ઉજવણી 17 તારીખના દિવસે પણ કરવામાં આવી હતી. હિન્દૂ ધર્મમાં ભાઈ બહેનની પવિત્રતાના સબંધ માટે ભાઈ બીજ અને રક્ષાબંધન જેવા બે પર્વ વર્ષ દરમ્યાન ઉજવવામાં આવે છે ત્યારે ભાવનગરમાં સગા નહિ પણ મામા ફઈના ભાઈ બહેનોએ ઉજવણી કરી હતી.
ભાઈ બીજનું મહત્વ શું ?
ભાવનગર શહેરમાં ભાઈબીજની ઉજવણી બે દિવસ કરવામાં આવી છે ત્યારે ભાવનગર શહેરમાં અનેક ભાઈઓ બહેનના ઘરે તો બહેન ભાઈના ઘરે જઈને વિધીવત રીતે ભાઈને તિલક કરે છે અને બહેન અપેક્ષા રાખે છે કે તેને પણ યમુનાજીની જેમ ભાઈના આશીર્વાદ મળે અને તેનું ક્યારેય અકાળ મૃત્યુ ના થાય તેને લઈ ભાવનગરમાં પણ ભાઈબીજની ઉજવણી કારતક સુદ બીજના દિવસે કરવામાં આવે છે.
બ્રાહ્મણ પરિવારમાં પણ ઉજવાઈ ભાઈબીજ કેમ જુઓ
ભાવનગરમાં બ્રાહ્મણ પરિવારમાં ભાઈબીજની ઉજવણી કવામાં આવી હતી. જો કે અહીંયા ભાઈ અને બહેન સગા ભાઈઓ નથી પણ ફઈ અને મામાના ભાઈ બહેન છે ભાઈએ દરેક મામાની બહેનોને આમંત્રિત કરી ભાઈબીજની ઉજવણી કરી હતી.
બ્રાહ્મણ પરિવારમાં ઉજવણી જેવી રીતે કરાઈ
ભાવનગરના પ્રકાશભાઈ શુક્લએ પોતાની બહેનનોને ઘર પર બોલાવ્યા અને ભાઈબીજની ઉજવણી કરી હટીમ જો કે ભાઈબીજમાં બહેનના ઘરે ભાઈ જાય છે પણ ભાઈની લાગણી એક બહેન નહિ દરેક બહેનોને લાભ આપવા દરેક પરણિત અને અપરણિત બહેનોને આમંત્રિત કરી હતી સાથે બધા ભાઈઓને પણ આમંત્રિત કરીને ભાઈબીજની ઉજવણી કરી હતી.