ETV Bharat / city

નિરાધાર બાળકોના ભણવા માટેનું એક કેન્દ્ર એટલે 'ભાઈબંધની નિશાળ', શું છે વિશેષતા જાણો - Study Begging Children

ભાવનગરના પિલ ગાર્ડનમાં એક વ્યક્તિ ત્રણ વર્ષથી (Beggar at School in Bhavnagar) ભિક્ષુક અને મજૂરી કરતા બાળકોને અભ્યાસ કરવી રહ્યા છે. આ એવા બાળકો છે જેમની ઓળખ પણ સરકારના ચોપડે નથી. ત્યારે આ અદભુત કાર્યને લઈને આ વ્યક્તિને લોકો (Bhaibandh Ni Nishal) ખુબ બિરદાવી રહ્યા છે. જાણો શું છે શાળા અને કેવી રીતે કરે છે કાર્ય.

નિરાધાર બાળકોના ભણવા માટેનું એક કેન્દ્ર એટલે 'ભાઈબંધની નિશાળ', શું છે વિશેષતા જાણો

author img

By

Published : Jun 15, 2022, 11:31 AM IST

Updated : Jun 15, 2022, 12:46 PM IST

ભાવનગર : રાજ્ય સરકારને જે કામ કરવાનું હોય તેવું કામ ભાવનગરના એક વ્યક્તિ કરી રહ્યા છે. આ વ્યક્તિ પિલ ગાર્ડનમાં ત્રણ વર્ષથી શાળા ચલાવે છે. ડો ઓમ ત્રિવેદીના નામના વ્યક્તિ "ભાઈબંધની નિશાળ"માં ભિક્ષુક અને મજૂરી કરતા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. આ "ભાઈબંધની નિશાળ" એટલે નિરાધાર અને (Beggar at School in Bhavnagar) ગરીબના એવા બાળકો જે ભિક્ષાવૃત્તિ અને અન્ય મજૂરી કરીને પોતાના પરિવારને બે પૈસા આપતા બાળકોની શાળા છે. ડો ઓમ ત્રિવેદી 3 વર્ષથી આવા બાળકોને અભ્યાસ કરાવી વાંચન અને લેખન શીખવાડી રહ્યા છે. આ બાળકોની કોઈ ઓળખ પણ સરકારના ચોપડે નથી.

વાહ..! "હું ભારતીય છું" તેવા આધાર વગર ભણતા ભિક્ષુક બાળકો

આ પણ વાંચો : પ્રાથમીક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ કર્યો સરકારી શિક્ષણનો નિર્ણય, શું છે તેમની વિચારધારા

ભાઈબંધની નિશાળ ક્યાં ચાલે છે - ભાવનગરના સૌથી પિલ ગાર્ડન એટલે બગીચામાં રૂખડા દાદાના મંદિરના ઓટલે ચાલે છે (Bhaibandh Ni Nishal) ભાઈબંધની નિશાળ. આ નિશાળ ડો ઓમ ત્રિવેદી છેલ્લા ત્રણ વર્ષથી રૂખડા દાદાના ઓટલે શાળા ચલાવી રહ્યા છે. ડો ઓમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પીલ ગાર્ડનમાં છેલ્લા ત્રણ વર્ષથી શાળા ચલાવું છું જેમાં રજીસ્ટર્ડ 34 બાળકો છે. આ બાળકોને લખતા, વાંચતા કશું આવડતું ન હતું પણ ત્રણ વર્ષમાં તેઓ લખતા વાંચતા શીખ્યા છે. આ બાળકો રસ્તા (Study Begging Children) પર રહેતા લોકોને હોય છે કે જેઓ રોજ ભિક્ષાવૃત્તિ કરીને કે અન્ય મજૂરી કરીને પરિવારને પૈસા આપતા હોય છે. આ બાળકોને લખતા વાંચતા આવડતા તેઓ આગામી દિવસોમાં કોઈના શોષણનો ભોગ બને નહિ તેથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

ભિક્ષુક બાળકો માટેે ભાઈબંધ નિશાળ
ભિક્ષુક બાળકો માટેે ભાઈબંધ નિશાળ

આ પણ વાંચો : Somnath Beggars : વાહ..! ભિક્ષુકોએ છોડ્યું ભિક્ષાવૃત્તિનું કામ, તો હવે શું કરશે ?

બાળકોની ઓળખ નથી - ભાઈબંધની નિશાળમાં આવતા બાળકો એટલે તમે રસ્તા પર ભીખ માંગતા કે મંદિરના ઓટલે ભિક્ષા માગતા જોયા હશે. હા એ જ પરિવારો છે જે ભારતમાં રહે છે પણ ગરીબીમાં તેને ઘરનું ઘર નથી એટલું નહિ "હું ભારતીય છું" એ કહેવા ઓળખ કાર્ડ પણ નથી. ડો ઓમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, તેમની શાળામાં આવતા આ બાળકો માટે તેઓ મહેનત કરી રહ્યા છે. ભાઈબંધની નિશાળાના બાળકોના જન્મ તારીખના દાખલો પણ નથી અને તેમના માતાપિતાને તેમની જન્મની (Bhaibandh Ni Nishal in Bhavnagar) તારીખ પણ ખબર નથી. આવા બે બાળકોનો ખર્ચ મેં કર્યો તો 10 હજાર થયો એટલે એક બાળકના જન્મ તારીખનો દાખલો એફિડેવિટ કરી કાયદેસર કાઢવામાં એક બાળક દીઠ 5 હજાર ખર્ચ થયો છે. હજુ તેવા 26 બાળકો છે જેના દાતાઓ શોધું છું મળે એટલે એ પણ કરવામાં આવશે. આ સાથે દરેક બાળકોના આધારકાર્ડ પણ કાઢવા પ્રક્રિયા હાથ પર લીધી છે.

Last Updated : Jun 15, 2022, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.