ETV Bharat / city

પાલીતાણામાં ઘૂસતા જ ગોપાલ ઈટાલિયાએ જવું પડ્યું પાછું, ગૌરક્ષકોએ કર્યો વિરોધ - ગૌરક્ષક ટીમનો વિરોધ

તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતા જ્યાં પણ જાય છે ત્યાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભાવનગરના પાલીતાણા તાલુકાના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ ઈટાલિયાનો પણ ગૌરક્ષક ટીમે વિરોધ કર્યો હતો. ગોપાલ ઈટાલિયાનો ધાર્મિક લાગભી દુભાવતા વીડિયોનો ગૌરક્ષકોએ વિરોધ કરી ગોપાલ ઈટાલિયાને ગામમાં ન આવવા દીધો

પાલીતાણામાં ઘૂસતા જ ગોપાલ ઈટાલિયાએ જવું પડ્યું પાછું, ગૌરક્ષકોએ કર્યો વિરોધ

author img

By

Published : Jul 14, 2021, 8:45 AM IST

  • પાલીતાણામાં આપ (AAP)ના નેતા ગોપાલ ઈટાલિયાનો વિરોધ
  • ગૌરક્ષકોએ ગોપાલ ઈટાલિયાને મોખડકા ગામમાં પણ આવવા દીધો નહતો
  • ગોપાલ ઈટાલિયા પર ધાર્મિક લાગણી દુભાવવાનો આક્ષેપ

ભાવનગરના પાલીતાણા તાલુકાના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ ઈટાલિયાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પાલીતાણામાં ગૌરક્ષકોએ આપ (AAP)ના નેતા ગોપાલ ઈટાલિયાનો વિરોધ કર્યો હતો. આ સાથે જ ગોપાલ ઈટાલિયાને મોખડકા ગામમાં પણ આવવા દીધી નહતો. ગૌરક્ષકોનો આરોપ હતો કે, ગોપાલ ઈટાલિયાએ એક વીડિયોમાં ધાર્મિક લાગણી દુભાવી હતી.

પાલીતાણામાં આપ (AAP)ના નેતા ગોપાલ ઈટાલિયાનો વિરોધ

આ પણ વાંચો- સોમનાથના દર્શનાર્થે આવેલા AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી પીઠ બતાવીને કેમ ભાગ્યા? જુઓ

બ્રહ્મ સમાજના યુવાનોએ પણ કર્યો વિરોધ

પાલીતાણા તાલુકાના મોખડકાના પ્રવાસે આવેલા આપ (AAP)ના નેતા ગોપાલ ઈટાલિયાનો ગૌરક્ષકોએ વિરોધ કર્યો હતો. તો ગૌરક્ષકોનો આક્ષેપ હતો કે, એક વીડિયોમાં ગોપાલ ઈટાલિયાએ સનાતન ધર્મની પરંપરા વિરૂદ્ધ ભાષણ આપ્યું હતું, જેના કારણે લોકોની લાગણી દુભાઈ છે. એટલે ગૌરક્ષકો અને બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ગૌરક્ષકોએ ગોપાલ ઈટાલિયાને મોખડકા ગામમાં પણ આવવા દીધી નહતો

આ પણ વાંચો- ભાજપ દ્વારા મારા અને ઈસુદાન ગઢવી પર હુમલો કરવાનો પ્રયાસ : ગોપાલ ઈટાલિયા

વેપારીઓએ રોજગાર ધંધા બંધ કરી ગોપાલ ઈટાલિયાનો વિરોધ કર્યો

પાલીતાણાના મોખડકા ગામમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા ગોપાલ ઈટાલિયા આવ્યો હતો. અહીં કાર્યકર્તાઓએ હિન્દુ સમાજની માફી માગોના નારા લગાવ્યા હતા. આ સાથે જ કાળી પટ્ટી અને કાળી ધજા લહેરાવી ગોપાલ ઈટાલિયાનો વિરોધ કર્યો હતો. જોકે, આ વિરોધ દરમિયાન કલ્પેશ પરમાર તેમ જ બ્રહ્મ સમાજના અલ્પેશ જોષી અન્ય કાર્યકર્તાઓ સાથે પકડી લેવામાં આવ્યા હતા અને આ તમામ કાર્યકર્તાઓને પાલીતાણા પોલિસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. તો આ તરફ બ્રહ્મ સમાજના લોકો અને ગૌરક્ષકોએ દ્વારકાપીઠના પૂ. શકરાચાર્ય તેમ જ બ્રહ્મ સમાજના નિવેદન ને સમર્થન આપ્યું હતું. બીજી તરફ ગોપાલ ઈટાલિયાના વિરોધમાં સેલ્ફ એમ્પ્લોઈડ વર્કર્સ ઓર્ગેનાઈઝેશન પાલીતાણા (લારી ગલ્લા એસોસિએશન)ના સભ્યોએ સ્વયંભૂ પોતાના લારીગલ્લા બપોરે 2થી 4 વાગ્યા સુધી ધંધા રોજગાર બંધ કરી વિરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.